શ્રીકૃષ્ણ (૨)

[ આપણા માંથી ઘણાબધાં લોકો પૌરાણિક વાતોને સત્ય માની ને ચાલતા હોય છે. પરમેશ્વર એ બ્રહ્મ છે પણ જયારે તેને વૈરાગ્ય અને જ્ઞાનપ્રધાન જોવો હોય ત્યારે ભગવાન શિવનો આકાર આપી દીધો, એજ પ્રમાણે જયારે કર્તવ્ય પ્રધાન જોવો હોય ત્યારે વિષ્ણુ ભગવાનનો આકાર આપી દીધો. કૃષ્ણ પ્રેમ છે. આવો આપણે આ જન્માષ્ટમી વખતે પૌરાણિક વાતોને વિવેકની આંખથી ફરીથી તપાસીને કૃષ્ણ એટલે શું એ ફરીથી સમજીએ. આવો માણીએ ATLANTA, Georgia માં કરેલું પ્રવચન. ]


listen – Side 2A

અસ્પષ્ટતા એ બહુ મોટો દોષ છે, સ્પષ્ટ થઇ જાવ તો રસ્તો સીધો છે. @૧.૫૮મિન. અપણા મૂળ ગ્રંથો વેદ અને ઉપનિષદ છે. પછી મહાકાવ્યો રામાયણ અને ભાગવત છે અને પુરાણોમાં ભાગવત આવ્યું તેણે જન્મ લેનારો ભગવાન બનાવ્યો. ધર્મના બે પાસાં, દર્શન અને કલા. દર્શનમાં જે વસ્તુ હોય તે વસ્તુને તેવીને તેવીજ બતાવવામાં અને આવે જયારે કલાનું રૂપ આપવામાં આવે ત્યારે અમુર્તની મૂર્તિ બનાવવામાં આવે. સ્ટેચ્યુ ઓફ લીબર્ટીનું ઉદાહરણ. @૪.૨૦મિન. આપણે ત્યાં ધર્મને કલાનું રૂપ મળ્યું એટલે એમાંથી ભગવાનના જુદા જુદા રૂપો બનાવવામાં આવ્યા. અવતાર શબ્દની સમજણ. અવતારની (જય-વિજયને આપેલા શ્રાપ વિશે) ઉત્થાનિકા ઘણી હાસ્યાસ્પદ લાગે પરંતુ અંદરથી બહુ રહસ્ય લાગે. રાક્ષસ અને વિષ્ણુના અવતાર વિશે. @૧૪.૩૭મિન. જ્યાં સુધી ડગલે અને પગલે શ્રાપ અને આશિર્વાદની વાતો સાંભળ્યા કરો એટલે તેની ચોક્કસ અસર થાય. શ્રદ્ધાના બદલે અંધ-શ્રદ્ધા ઊભી થાય અને તેનો ગેરલાભ ધૂર્ત માણસો ઉઠાવે. @૧૬.૦૪મીન. જ્યાં તમે કોઈની આંતરડી ઠારી તો ત્યાંથી આશિર્વાદ આવે. ઉપનિષદ અને ગીતામાં પુરુષાર્થ છે. આશિર્વાદ કરતાં શ્રાપના ભયે હિંદુ પ્રજાને બહુ નુકશાન પહોચાડ્યું. (more…)