શ્રીકૃષ્ણ (૫)
કોઈનો રસ ઉડાડશો નહિ. ભાગવત પ્રમાણે રસની બે પત્નીઓ છે, સુરૂચી અને કુરૂચી. જુગારમાં એટલેકે કુરૂચીના સંગથી અમેરિકામાં એક સજ્જને ૧૦૨ રૂમની મોટેલ ગુમાવી. કુરૂચીમાંથી સુરૂચીમાં ગાંઠ વાળી આપે તેનું નામ સત્સંગ. ચંદ્ર રસરૂપ છે. શરદ પૂનમ વિશે. પરમેશ્વર રસરૂપ છે. જેમાંથી રસ ઉત્પન્ન થાય તેનું નામ રાસ. વૃંદા એટલે તુલસી અને વૃંદાવન એટલે તુલસી(ભક્તિ)નું વન. તુલસી ભક્તિનું પ્રતિક છે. જ્યાં ભક્તિ હોય ત્યાં રાસ રચાય. @૧૦.૫૫મિન. તુલસી વિવાહની અંધશ્રદ્ધા વિશે. @૧૭.૩૩મિન.તુલસી વિવાહનો ખરો અર્થ. ભાગવતમાં વૃન્દાનો પતિ રાક્ષાસ છે અને તેને મારીને ભગવાન સાથે તુલસીના લગ્ન કરવાના છે એટલે આમ કહેવાય તુલસી વિવાહ. @૧૯.૦૪મિન. બંગલાનું વસ્તુ અને તે એકજ ખર્ચમાં ૧૮ કન્યાઓ પરણાવવા વિશે. જેમાંથી માનવતા નીકળે તેમાં ભગવાન રાજી રહે. તુલસીનું ઘાઢ વન એટલે ત્યાં ખુબ ભક્તિ હોય અને ૧૬ કળાએ ખીલેલો શરદ પુનમનો ચંદ્ર હોય ત્યાં ભગવાન વાંસળી વગાડે. વાંસળી પોલી છે એટલે કે તેમાંથી અહમ નીકળી ગયો છે એટલે તેમાંથી સપ્ત સુર નીકળે છે. (more…)