સરળ ઉપનિષદ- ભાગ ૧
ઇશાવાસ્ય ઉપનિષદ
ईशावास्यं इदं सर्वं यत् किन्चा जगत्यां जगत |
तेन त्यक्तेन भुञ्जीथा मा गर्धः कस्य सवित धनं|
]
“जगत्यां जगत”
– Side A
– બે જગત – એક તમારું અને એક પરમેશ્વરનું. જેણે જગત બનાવ્યું છે તેણે તમારું પણ જગત બનાવ્યું છે, એટલે તો આ જગત ચાલે છે. તમારા અંદર પમેશ્વરે ગુણો મુક્યા છે, દોષો એકે નહિ તેથી જગત ચાલે છે. દોષ એના દુરુપયોગથી થાય છે. પરમેશ્વરે મોહ પણ તમારી અંદર મુક્યો છે અને તે મોહ પણ તેની માત્રામાં કલ્યાણકારી છે. પરમેશ્વર ઈચ્છે છે કે જગત ચાલુ રહે અને ચાલુ રાખવા માટે માં-બાપના હૃદયમાં મોહ મુક્યો છે. જો મોહ ન હોત તો દુનિયા ન હોત @ 11.57min. “जगत्यां जगत” જે મારા બનાવેલા જગતમાં તારું જગત બનાવેલું છે, તેના ઉપર પરમેશ્વરનું કપડું ઢાંકી દે એટલે આપોઆપ આશક્તિ ઓછી થશે. પ્રબળમાં પ્રબળ ઝંખનાનું નામ છે હુંફ. કરુણાને ક્રૂરતાની જરૂર હોય છે. ક્રુરતા ન હોય તો કરુણાની જરૂર ખરી? @21.24min. કોબા આશ્રમમાં એક બહેન આવવા વિશે. તેની કહાણી સાંભળો. @25.30min. એક નગર શેઠની વાત. @40.20min. સંત એકનાથનું દ્રષ્ટાંત. @44.19min. ભજન, ઉધો કર મનકી ગતિ ન્યારી, મનરો લાગ્યા મેરા યાર – શ્રી રાજકુમાર