સરળ ઉપનિષદ- ભાગ ૨
ઇશાવાસ્ય ઉપનિષદ
ईशावास्यं इदं सर्वं यत् किन्चा जगत्यां जगत |
तेन त्यक्तेन भुञ्जीथा मा गर्धः कस्य सवित धनं|
]
હૃદય-મસ્તિસ્કના ગુણો નો અને કર્મો
– Side A
– પ્રથમ ઉપનિષદનો દ્વિતીય મંત્રનો ટૂંક સાર. पुर्वनेवेः कर्मणि…न कर्म लिप्यते. કર્મ મસ્તિસ્ક અને હૃદયના ગુણોથી થાય છે. “વિવેક” એ મસ્તિસ્કનો ગુણ છે. “પ્રેમ, શ્રદ્ધા અને દયા” એ મસ્તિસ્કના ગુણો છે. હૃદયના ગુણોનો ઊભરો આવે છે. મસ્તિસ્કના ગુણોમાં નથી આવતો. બંને ગુણો જયારે એકબીજાના પુરક બને ત્યારે માણસમાં પૂર્ણતા આવે છે. ભગવદ ગીતા અને ઉપનિષદ બંને ગુણોને ખીલવવા માંગે છે. @6.00min. આપને ત્યાં “પ્રેમલક્ષણા ભક્તિ” વાળા જે સંતો થયા, મીરાબાઈ, નરસિંહ મહેતા, ચૈતન્ય મહાપ્રભુ વિગેરે, તેમનું હૃદય તો બહુ ખીલ્યું પરંતુ મસ્તિસ્ક જોઈએ તેટલું ખીલ્યું નહિ, એટલે સંસારમાં ફેઈલ થયા પરંતુ વર્ષો પછી હજ્જારોને પાસ કરનારા થયા. નિષ્ઠા, શ્રદ્ધા, આસ્થા, એ હૃદયના વિષય છે. @8.00min. કસ્તુરબાની નિષ્ઠાનું ઉદાહરણ અને વૈચારિક ઉદારતા વિશે. @12.50min. આ હૃદય કે મસ્તિસ્કના ગુણો હંમેશા ભલું કરનારા હશે એવું માનવું નહિ. ઉદાહરણ સાંભળો. સૌથી મોટામાં મોટો ગુણ “વિવેક” છે. તમારી શ્રદ્ધાને પણ વિવેકના ત્રાજવામાં નાંખવાની નહિ તો તે અંધશ્રદ્ધા કે કુશ્રદ્ધા થઇ જશે. @15.40min. પ્રવૃત્તિના ભેદો. જેની પ્રવૃત્તિ કુદરતી આવેગ જેટલીજ સિમિત થઇ જાય છે તેનું જીવન પશુ કક્ષામાં છે. @24.45min. કુદરત જેવો કોઈ મિત્ર નથી અને કુદરત જેવું કોઈ શાસ્ત્ર નથી. કુદરતને આપણે માતા કહીએ છીએ અને પરમેશ્વરને પિતા કહીએ છીએ. માતાના ખોળામાં બેઠો છે તેજ પિતાનો વારસદાર છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ વિશે સાંભળો. માણસના વ્યક્તિત્વના ચાર બિંદુઓ. અધોદ્વાર, પેટ, હૃદય અને મસ્તિસ્ક તે વિગતે સાંભળો. @38.20min. વાચસ્પતિ મિશ્ર – પોતે રચેલા ગ્રંથનું નામ “ભામતી”-પોતાની પત્નીનું નામ કેમ આપ્યું? @44.27min. ઈચ્છાના ચાર રૂપો. અલ્પેચ્છા, તીવ્રેચ્છા, પ્રબળેચ્છા અને મહેચ્છા. @45.42min. મીરાં ભજન -શ્રી મતિ અનુરાધા પૌડવાલ. (more…)