રામાયણ તુલના-૧૧
લંડન, યુ.કે.
Side6A –
– વાલ્મીકી અને તુલસીકૃત રામાયણની તુલનાત્મક સમિક્ષાને ધ્યાનમાં રાખીને અહલ્યાના પ્રસંગને જોવો હોય તો સ્વામીજીની સમજણ પ્રમાણે પાપ અને પૂણ્યની વ્યાખ્યા થવી જોઈએ. આ બાબતમાં અસ્પષ્ટતા હોય તો એમાં આખું જીવન ગૂંચવાયા કરતુ હોય છે. આ વાત બરાબર સમજો. એક ધાર્મિક પાપ, એક સાંપ્રદાયિક પાપ અને એક સાંસ્કૃતિક પાપ હોય છે અને એજ પ્રમાણે પૂણ્ય સમજવા. ધર્મનો અર્થ થાય છે ઈશ્વર પ્રેરિત વ્યવસ્થા, જેને આપણે સનાતન ધર્મ કહીએ છીએ. ઈશ્વરે આપણાં માટે અને જીવજંતુ માટે જીવન વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે. @3.01min. સૌથી વધુમાં વધુ ધાર્મિક મનુષ્ય કરતાં પ્રાણીઓ છે, કારણકે તેઓ કદી પાપ કરતા નથી. પાપ અને પૂણ્ય મનુષ્યના ક્ષેત્રમાજ છે. ભીંત ગરોળી જીવડા ખાય છે ત્યારે એ કુદરતી વ્યવસ્થા પ્રમાણે જીવન જીવે છે અને એટલે એમને ભાગવત સાંભળવાની જરૂર નથી. (more…)