સરળ ઉપનિષદ- ભાગ ૩
ईशावास्यं इदं सर्वं यत् किन्चा जगत्यां जगत |
तेन त्यक्तेन भुञ्जीथा मा गर्धः कस्य सवित धनं|
]
દેવલોક, અસુર્લોક અને ભ્રમણાં
– Side A
– ઉપનિષદની વિશેષતા, એમાં સંપ્રદાય કે પંથ નથી, મતમોહ નથી અને કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે આવું તિલક કરજો, આવી કંઠી બાંધજો કે અમુકજ મંત્ર કરજો. ઉપનીષદોમાં ક્ષુલ્લક વાતો નથી. ઉપનિષદ સત્યને જાણવાની ઈચ્છા વાળા જીજ્ઞાસુ લોકો માટે અત્યંત ઉપયોગી ગ્રંથ છે. @2.30min. મંત્ર: असुर्या नाम ते लोका अन्धेन तमसा वृताः જેમણે પોતાના આત્માની હત્યા (અહી આપઘાત સમજવું નહિ) કરી એવા આત્મ હત્યારાઓ અસુર્ય નામના લોકને પ્રાપ્ત થાય છે. એટલેકે જેણે બધું તો જાણ્યું પરંતુ આત્માને જાણ્યો નહિ એટલેકે આત્માની ઉપેક્ષા કરનારા મર્યા પછી આવા ગાઢ અંધકાર વાળા લોકમાં જાયછે. લોકનો અર્થ (શંકરાચાર્ય) જ્યાં વિષયોના ભોગ ભોગવી શકાય તે. બે મૂખ્ય લોક – અસુર લોક અને દેવ લોક (ગીતા અધ્યાય ૧૬). જેનું આરોગ્ય સુધરે તેનું તન સુધરે અને જે સદગુણો ભરે તેનું મન સુધરે. @5.50min. અનુવાંશિક રોગો અને ગુણો વિશે. લોક ઉપર નથી બધા પૃથ્વી ઉપરજ છે. @8.00min. દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ વિશે. દેવ લોક – એટલે જ્યાં કોઈ કોઈને છેતરે નહિ, કોઈ જુઠું બોલે નહિ, કોઈ કોઈને ઠગે નહિ, કોઈ ઓછુ ન જોખે, પડેલું હોય તે કોઈ લે નહિ, વચન પાળે, ઈશ્વરમાં ભક્તિ હોય અને લોકો ન્યાય નીતિથી જીવતા હોય તે દેવ લોક કહેવાય. બોલો આ અહિ ઘટશે કે પરદેશમાં? અસુર લોક – એટલેકે જ્યાં કલહ થયા કરતો હોય, માન જેવી કોઈ વાત નહિ અને એક-બીજાને અગવડ પહોચાડવામાંજ લોકો રચ્યાપચ્યા રહેતા હોય ત્યાં લોકો સુખી થાય કે દુઃખી? (more…)