રામાયણ તુલના – ૯
લંડન, યુ.કે.
Side5A –
– મહર્ષિ વાલ્મીકી અને સંત શિરોમણી તુલસીદાસજી આ બંનેએ એકજ વિષયને લઈને રામાયણની રચના કરી, પણ બંનેના રામાયણમાં શું શું ફરક છે? શું શું વિશેષતાઓ છે? બંનેના લક્ષ્યોમાં કેટલો કેટલો ભેદ છે? તે વિષે પરમેશ્વર જેવી બુદ્ધિ આપે, જેવી મતિ આપે, જેવી શક્તિ આપે એવી કંઈક ચર્ચા કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. જે હચમચાવી નાંખતી ઘટનાઓ ઘટતી હોય છે એ પાછળ છ પ્રકારની ભૂખો કામ કરતી હોય છે. પહેલી “પેટ”ની ભૂખ છે. તમને ભૂખ ઊંઘવા ન દે, જંપીને બેસવા ન દે, એટલે હદ સુધી કે તમે ન ખાવાનું પણ ખાઈ બેસશો અને ન કરવાનું પણ કરી બેસશો. મહાભારતનું ગાંધારીનું ભૂખનું ઉદાહરણ સાંભળો. મહાન યુદ્ધ જેવા કાર્યો કોરી લાગણીના દ્વારા પાર પાડી શકતા નથી. ચાણક્યે લખ્યું છે, “वज्रादपि कठोराणि मृदुनि कुसुमादपि, लोकोत्तर चेतान्सि कोहि विज्ञातुमर्हषि” જે સમય આવ્યે કમળ કરતાંયે કોમળ થઇ શકે અને સમય આવ્યે વજ્ર કરતાંયે કઠોર થઇ શકે એજ મહાપુરુષ થઇ શકે. (more…)