પ્રશ્નોત્તરી – ૨

[ નોંધ: અહિ સગવડતા પ્રમાણે અમુક સવાલોના જવાબો ટૂંકમાં લખ્યા છે, બાકીના તે તે મિનીટ પર જઇ સાંભળી સાંભળી લેવા. જવાબ પુરેપુરો સાંભળવાથી વધારે જાણકારી રહેશે. મને એવું લાગે છે કે સ્વામીજીએ બહુ તટસ્થ રહીને જવાબો આપ્યા છે. ]

પ્રશ્નોત્તરી, લંડન, યુ. કે.

listen – Side A

– શરૂઆતમાં સ્વામીજીનું પ્રશ્નોત્તરી અંગે ચોખવટ અને નિવેદન. પ્રશ્નો: @6.07min. પ્રશ્ન લાંબો છે, ટૂંકમાં પ્રશ્ન વર્ણ વ્યવસ્થા પર છે. પ્રશ્ન કરનાર ભાઈજ જવાબ આપી દે છે, છતાં સ્વામીજીનો જવાબ સાંભળવો જરૂરી છે. @12.49min. મહર્ષિ વિશ્વામિત્ર સમર્થ હોવા છતાં મહારાજા દશરથ પાસે રામ તથા લક્ષ્મણની માંગણી કેમ કરી ચાર વેદો અને ઉપનિષદો વિશે સાંભળો. @15.06min. રામાયણ કાળમાં તથા મહાભારત કાળમાં શું ઋષીઓ તથા બ્રાહ્મણો ગૌમાંસ ખાતા હતા? શ્રી કૃષ્ણે શા માટે વધુ પડતી રાણીઓ કરી હશે? ગીતા પ્રમાણે કઈ રાણીઓ તે સાંભળો. શ્રી કૃષ્ણ યોગેશ્વર શા માટે કહેવાયા? @19.55min. એકલવ્યે અંગુઠો કાપ્યો તો શા માટે કોઈએ વાંધો ઉઠાવ્યો નહિ? @ભીષ્મ જેવા જ્ઞાની થઈને દ્રૌપદીનું વસ્ત્રાહરણ જોયું તો શા માટે તેને સ્વર્ગમાં લઇ ગયા હશે? @કર્ણની માહિતી કેમ છૂપી રહી? રામાયણ તથા મહાભારત કાળમાં ચાર વર્ણોના લગ્ન વિશે. હિંદુઓ અભડાઈ જવામાં શા માટે માટે છે? હિન્દુઓએ જે વાડાઓ ઊભા કર્યા, તેનો નાશ ક્યારે થશે? @29.09min. (more…)