પ્રશ્નોત્તરી – ૩

[ નોંધ: અહિ સગવડતા પ્રમાણે અમુક સવાલોના જવાબો ટૂંકમાં લખ્યા છે, બાકીના તે તે મિનીટ પર જઇ સાંભળી સાંભળી લેવા. જવાબ પુરેપુરો સાંભળવાથી વધારે જાણકારી રહેશે. મને એવું લાગે છે કે સ્વામીજીએ બહુ તટસ્થ રહીને જવાબો આપ્યા છે. ]

આટકોટ ચર્ચા

listen – Side A
– આટકોટમાં રૂડા ભગતને ત્યાં થયેલી ચર્ચા. પ્રશ્ન: @0.23min. આપે અધોગતીનું મૂળ વર્ણવ્યવસ્થામાં “મનુસ્મૃતિ” પર ચાબખા માર્યા છે, તેનાથી સાધુ-સંતો અને મનુસ્મૃતિના ચાહકો તરફથી આપને સહન કરવાનું આવેલું ખરું? ટૂંકમાં જવાબ:મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થા વિશાળ હિંદુ પ્રજાને દુર્બળ બનાવવાનું મુખ્ય કારણ છે. @3.14min. બુદ્ધ અને મહાવીરની અહિંસાને લીધે હિન્દુસ્તાનની પ્રજાને ઘણું સહન કરવું પડ્યું તે વિશે. અહિંસા અકુદરતી છે, કારણકે “जीवो जीवस्य भक्षणम्” @9.52min. ભારતના યુદ્ધો – ક્ષત્રિઓ કેસરિયા અને ક્ષત્રિયાણિઓ જૌહર વ્રત કરતી તો કેમ કોઈએ અટકાવી નહિ? મુસ્લિમો હારતા ત્યારે લશ્કર બચાવીને પાછા ફરતા જ્યારે ક્ષત્રિયોના આત્મઘાતી રિવાજોએ પોતાનોજ નાશ કર્યો. @14.53min. આપણી કાલ્પનિક વાતો, ધરતી ઉપરના પ્રશ્નોને આકાશના વિચારોથી હલ (ઋષિ યુગ પૂરો થયા પછી શ્રવણ યુગમાં) કરવાનો પ્રયત્ન કર્યો. ઋષિ-મુનિની વાત અને સન્યાસીની કલ્પના આપના હિન્દુસ્તાનમાં ક્યારે શરુ થઇ અને કોને કરી? (more…)