પ્રશ્નોત્તરી (મુંબઈ ચર્ચા)- ૪

[ નોંધ: અહિ સગવડતા પ્રમાણે અમુક સવાલોના જવાબો ટૂંકમાં લખ્યા છે, બાકીના તે તે મિનીટ પર જઇ સાંભળી સાંભળી લેવા. જવાબ પુરેપુરો સાંભળવાથી વધારે જાણકારી રહેશે. મને એવું લાગે છે કે સ્વામીજીએ બહુ તટસ્થ રહીને જવાબો આપ્યા છે. ]

મુંબઈ ચર્ચા

listen – Side 1A
@2.38min. જીવન શું છે? ધર્મ, પરંપરા અને મૂળ ધર્મ વિશે થોડી જાણકારી આપશો? મંત્રજપ અને મનની અસ્થિરતા વિશે. ધર્મના જુદા જુદા સંપ્રદાયો ભવિષ્યમાં એકત્રિત થવાના ચાન્સ ખરા? જવાબ: સંપ્રદાયો પોતાના સંપ્રદાયો વધારવાના પ્રયત્નો કરેછે એટલે શક્ય નથી. @11.00min. નદીમાં સ્નાન કરવાથી શું થાય? જ્યોતિષ શાસ્ત્ર અને વસ્તુ શાસ્ત્રમાં શું તથ્ય છે? જવાબ: ફક્ત હવા ઉજાસનો વિચાર કરવો. દેવલોક કે ભૂત-પ્રેત શું છે? @21.33min. ચારવાક શું હતા? તેમની વાતમાં કંઈ તથ્ય છે? ચાર્વાક એ ઉપનામ છે. તે બૃહસ્પતિ હતા. એમનું કહેવું છે કે જેટલું અનુભવાય તેટલુંજ સત્ય છે. ચરવાક તથા રજનીશ એ એક અતિરેકના રીએક્સન નું પરિણામ છે, જેવી રીતે પુષ્ટિ માર્ગનું રીએક્સન સ્વામીનારાયણછે. જીવન મધ્યમાં છે. @29.23min. પ્રશ્ન બરાબર સંભળાતો નથી.સ્વામીજીની બાયપાસ સર્જરી વિશે. જે દિવસોમાં સ્ત્રીઓ માસિકમાં હોય તે દિવસોને મુસલમાનો “પવિત્રા” કહે છે. સ્ત્રીની કિંમતજ એ ચાર દિવસોની છે. @35.33min. (more…)