પ્રશ્નોત્તરી (મુંબઈ ચર્ચા)- ૬

[ નોંધ: અહિ સગવડતા પ્રમાણે અમુક સવાલોના જવાબો ટૂંકમાં લખ્યા છે, બાકીના તે તે મિનીટ પર જઇ સાંભળી સાંભળી લેવા. જવાબ પુરેપુરો સાંભળવાથી વધારે જાણકારી રહેશે. મને એવું લાગે છે કે સ્વામીજીએ બહુ તટસ્થ રહીને જવાબો આપ્યા છે. ]

મુંબઈ ચર્ચા

listen – Side 3A
Begin. માંસાહાર વિશે. ગુજરાતમાં પ્રમાણ ઓછું છે, માંસાહાર કરવાથી લોકો દુષ્ટ થઇ જાય છે એ સાચું નથી. @2.22min. સ્વપ્નની દુનિયા, હું કોણ? સ્વપ્નના આધારે આ જગતના પદાર્થો બધા મિથ્યા કહેવું બરાબર લાગતું નથી. @8.00min. આ શરીરમાંથી જ્યારે જીવ સુક્ષ્મ શરીર અને વાસના સાથે લઇ ચાલ્યો જાય છે, તો એ જીવને બીજી એન્ટ્રી ન મળે ત્યાં સુધી ક્યાં રહે છે? જવાબમાં શાસ્ત્રીય રીતે જીવાત્માનું શું થાય છે અને વૈજ્ઞાનિક માન્યતા શું છે તે સાંભળો. ઈશ્વર જ્યારે આત્મા પ્રદાન કરે છે ત્યારે તે અજ્ઞાન દશામાં હોય, તો પૃથ્વી પર આવ્યા પછી આત્માનું પ્રદાન થાય કે તે પહેલાં? જવાબ સાંભળી લેવો. જે, ઝીન્હા અને મુસ્લિમોની વાત કરી તેનો પ્રાથમિક ઝોક રાષ્ટ્રવાદ તરફ કે ઇસ્લામ તરફ? આખી દુનિયાના બધા મુસ્લિમો પહેલાં મુસ્લિમ છે પછી રાષ્ટ્ર છે. ઈંગ્લેન્ડમાં બકરું હલાલ કરવા વિશે. @14.60min. શક્તિપાત અંગે તમારું મંતવ્ય જણાવો. જવાબમાં, જે લોકો વ્યાપારિક ધોરણે મોટા પ્રમાણે બધાને શક્તિપાત કરાવવાની વાત કરે છે તે સાચી નથી.સંકલ્પ દિક્ષાની પણ એવીજ વાત છે. પ્રત્યેક મંદિર ધર્મની કબર છે એવા સવાલનો જવાબ સાંભળી લેવો. પાકિસ્તાનના આતંકવાદના કેન્દ્રો પર હુમલો કરવો કે કેમ? આતંકવાદના કેન્દ્રો તો અમેરિકાજ બંધ કરાવી દેશે, હુમલો કરવાથી વિપરીત અસર થાય. @20.25min. (more…)