રામાયણ તુલના-૧૩
લંડન, યુ.કે.
Side7A –
– આપણે ચાલતાં ચાલતાં જનકપુરી આવ્યા છે અને ત્યાં રામના લગ્ન થવાના છે. રામના લગ્ન થાય તે પહેલાં લગ્ન સંસ્થા શું છે? શા માટે છે? એના ફાયદા હાની શું છે? આ વિચાર છે, એને જો બિલકુલ સત્ય પરિણામવાળું લાવવું હોય તો પહેલી શરત છે કે, પહેલો ચાન્સ કુદરતી વ્યવસ્થાને આપજો. જો તમે કુદરતની ઉપેક્ષા કરી તો તમારું થીંકીંગ આકાશનું, કાલ્પનિક થઇ જશે, અને બહું સારા પરિણામ નહિ લાવે. આપણે ત્યાં શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ભગવાને જયારે આ સૃષ્ટિની રચના કરી તો એ રચના એવી રીતે કરી કે “सनरस्च नारीचा भवताम्” મગની ફાળની જેમ એકજ તત્વમાંથી નર અને નારીની સૃષ્ટિ કરી, એટલે બે વ્યક્તીત્વોનું સર્જન કર્યું. પહેલું વ્યક્તિત્વ કશું કરે નહિ, એટલે ભગવાને પૂછ્યું તું એમને એમ કેમ બેસી રહે છે? અને ઉપનિષદે સમાધાન કર્યું કે “अथ एकाङ्किन् रमते, अथ द्वितियम् ऐछत्,अथ जाया मेस्यात प्रजाएय” એને એકલાને કંઈ આનંદ આવ્યો નહિ, એને કહ્યું, કંઈ બીજું હોય તો ઠીક. જો મારે કોઈ “જાયા” હોય તો હું એમાં પ્રજા ઉત્પન્ન કરું એટલે વંશ ચાલે એટલે સૃષ્ટિ કાયમ લીલી અને ચાલુ રહે. (more…)