ભગવદ ગીતા – ૪
– Side A
મહાભારતના યુદ્ધમાંથી ભગવદ ગીતાનો ગ્રંથ કેવી રીતે પ્રગટ થયો તે અહી જાણવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. @3.58min. દુનિયાની પ્રજાને ચાર ભાગમાં વહેંચી શકાય. સૈનિક, સાંસ્કૃતિક, વિલાસી અને ફિલસુફીયુક્ત પ્રજા. આ બધી પ્રજાની વિશિષ્ટતાઓ સાંભળો. @10.03min.ભારતને ઉત્તર કાળમાં યુદ્ધ વિરોધી દર્શન મળ્યું. સુદામાનો સમાજ નથી હોતો. સુદામા વ્યક્તિ તરીકે મહાન છે કે ઘોર દરિદ્રી હોવા છતાં અને સૌથી ધનાઢ્ય શ્રી કૃષ્ણ સાથે ગાઢ સંબંધ હોવા છતાં લાંબો હાથ નથી કર્યો. જ્યારે તમારી પડતી દશા હોય ત્યારે કોઈ પૈસાદાર માણસના ઘરમાં પગ ન મૂકવો. વાસ્તવિકતા અને આદર્શ વિશે. ચઢતી દશામાં તમારી ખાનદાનીનું માપ નીકળે અને પડતી દશામાં તમારી ખુમારીનું માપ નીકળે. @16.18min. વિષ્ણુ ભગવાન અને મહાદેવના ઐશ્વર્યો વિશે. શ્રી કૃષ્ણ પાસે લક્ષ્મીનું અને સુદામા પાસે વૈરાગ્યનું ઐશ્વર્ય હતું. @19.05min. એક બ્રાહ્મણને લાખ રૂપિયા જોવાની ધૂન લાગી અને પછી શું થયું તે સાંભળો. @26.17min. એક ૮૫ વર્ષના ડોસાની વાત. નીતિ શાસ્ત્ર પ્રમાણે, પાંચ “જ-કાર” ને ભરી ન શકાય, જમાઈ, જઠર, જય, જાતવેદા(અગ્નિ) અને જળાશય(સમુદ્ર). શ્રી સહજાનંદ સ્વામી – જેતલપુરમાં યજ્ઞ થાય. એક કોળીની પ્રબળ ઈચ્છાથી તેની પછેડીમાં બાંધેલો રોટલો ખાધો. ઘણા સ્વામીનારાયણના સાધુઓને તે બાબતે પૂછ્યું તો કહે કે એ તો ભગવાન કહેવાય, આપણાથી ન ખવાય. @36.25min. કલેકટર બનેલા છોકરાએ બાપને નોકર બનાવ્યો. કૃષ્ણ બધું પડતું મુકીને સુદામાને મળવા દોડ્યા અને ભેટી પડ્યા, તેને પોતાના સિંહાસન પર બેસાડી પોતે નીચે બેઠા. @43.59min. “सबसे ऊंची प्रेम सगाई” શ્રી કૃષ્ણે તાંડદા ખાવાના શરુ કર્યા અને રુકમણીએ બધા ખાઈ જતા અટકાવ્યા. સુદામા ત્યાંથી વિદાય થયા પણ એક કોડી પણ ન આપી. સુદામાની ઝુપડી હવેલી થઇ ગઈ, આનંદ આનંદ થઇ ગયો. (more…)