ભગવદ ગીતા – ૧૧

listen – Side A
– શ્રીમદ ભગવદ ગીતા એક માધ્યમ છે,સેંકડો વર્ષો પર રચાયેલો આ ગ્રંથ આજના પ્રશ્નો પણ ઉકેલે છે. આ શબ્દો યાદ રાખો: ગતિ, પ્રગતિ, અધોગતિ અને વિકાસ, વિનાશ, વિકાર. આ માર્ગે પ્રજા ચાલતી હોય છે અને તેથી પ્રજા સુખી તથા દુ/:ખી થતી હોય છે. @4.18min. યુધિષ્ઠિરની ભૂલને કારણે પાંડવોને રખડતા થવું પડ્યું પરંતુ યુધિષ્ઠિરને કોઈએ તે બાબતે કહ્યું નથી. તેજ પ્રમાણે રામાયણમાં રામે સીતાને એવું કહ્યું નથી કે તેના વાંકે આવું થયું. પ્રત્યેક પરિવારમાં ભૂલ થતી હોય છે. જે લોકો ભૂલો સહન નથી કરી શકતા હોતા તે સંયુક્ત જીવન જીવવાને લાયક નથી હોતા. કૃષ્ણે પાંડવોનો તો ઉદ્ધાર કર્યો પરંતુ યાદવોનો ઉદ્ધાર કરી ન શક્યા. @9.22min. યાદવો સોનાની દ્વારિકાને પચાવી ન શક્યા. આખી ગીતા ધૃતરાષ્ટ્રે સાંભળી પરંતુ કસી અસર ન થઇ.”સ્વાધ્યાય પરિવાર”વાળા કૃષ્ણને “યોગેશ્વર” કેમ કહે છે તે સાંભળો. જિંદગીની એકેએક પ્રવૃત્તિ યોગ છે. @13.20min. પ્રજાનો વિકારના માર્ગે વિનાશ થશે.જીવનના વિકાસનું પહેલું પગથીયું કર્મ એટલે “કર્મયોગ” પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગનો ઈતિહાસ સાંભળો. @18.39min.અજંતા-ઈલોરા વિશે સાંભળો. મોરબીનું “મણી ભુવન” વિશે. @27.13min. ૫૦૦૦ માણસોની સ્મશાન યાત્રા વીશે. છ વસ્તુઓ શરીરને બાળ્યા કરે. કાંતા વિયોગ, સ્વજનાપમાન, રુણસ્ય શેષ: (દેવું), કૃપણસ્ય વૃત્તિ, મુર્ખસ્ય પુત્ર અને વિધવાચ કન્યા. આબધું જોઈ જોઇને વગર અગ્નિએ શરીર બળ્યા કરે. @32.47min. ભગવદ ગીતાએ ઉપરના બધા માધ્યમો બતાવ્યા કે તમામે તમામ વિકાસનું મૂળ છે કર્મ. @37.04min.પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. નિવૃત્તિ માર્ગમાં ભગવદ ગીતા સંમત નથી. @37.56min. “न कर्मणामनरंभानैष्कर्म्य…..समाधिगच्छति….(३-४) શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે તમે પ્રારબ્ધવાદી અને શુષ્ક વેદાન્તિનો સંગ ન કરશો. આપણો નિવૃત્તિ માર્ગ શુષ્ક વેદાંતવાદમાં બદલાઈ ગયો અને પ્રવૃત્તિ માર્ગ આસક્તિવાળા મિમાંસકોમાં બદલાઈ ગયો, તેથી ભારતને નુકશાન થયું, પ્રજા સુધી ગીતા પહોચીજ નહિ. @39.50min.કર્મની ત્રણ કક્ષાઓ, કર્મ, કર્મકાંડ અને કર્મયોગ વીશે સમજણ. @47.03min. “न हि कश्चित्त्क्षणमपि…..प्रकृतिजैरगुणे:…..(३-५) કર્મ કાર્ય વગર તમે એક ક્ષણ પણ રહી શકો નહિ. પુરુષાર્થ કાર્ય પછી પણ જે ચીજ મેળવી ન શકાય તો તેને માટે કર્મકાંડ થયું. દા.ત. સત્ય નારાયણની કથા. (more…)