રામાયણ તુલના-૧૪
લંડન, યુ.કે.
Side7B –
– એક ઓળખીતા પટેલ સજ્જનની વાત સાંભળો. એમની પત્ની ગુજરી ગઈ છે અને ઘરમાં કોડીનીયે કિંમત નથી. કહે છે, કોઈને કંઈ મારી પડી નથી. વહુઓ આગળ કશું બોલાતું નથી. સાંભળો, શું આ સજ્જને પુનર્લગ્ન કરવા જોઈએ? આ એક પ્રોબ્લેમ છે અને એને નહિ ઉકેલો તો આ 60 વર્ષના વૃદ્ધને કલંકિત જીવન જીવવું પડશે. તમે કુદરતી વ્યવસ્થાને કેમ નથી સમજતા? ગામમાં જુઓ તો કેટલાયે યુવાનો પરણ્યા વિનાના બાકડા ઉપર બેસી ઘુટકા ખાય છે. ગ્રીનકાર્ડવાળાઓ છોકરીઓ લઇ જાય છે અને રેશન કાર્ડ વાળાઓ રહી જાય છે. આનાથી અનબેલેન્સ ઉભું થયું છે અને એ અનબેલેન્સ સમાજને ભ્રષ્ટ કરે છે. એટલે લગ્ન સંસ્થાઓ એટલી ઉદાર અને વિશાળ બનાવો કે જેથી એના લક્ષ્યો સિદ્ધ કરી શકાય. @3.41min. પહેલું લક્ષ્ય છે, વાસનાની ક્ષેત્ર બધ્ધતા. વાસના તો રહેવાની, રહેવાની અને રહેવાનીજ. ભર્તુહરિ કહે છે, હું જમીન ઉપર સૂઈ જાઉં છું. “भूमि शैया” હું વિરક્ત ત્યાગી થઈને મારા હાથનુંજ ઓશીકું બનાવું છું અને “भोजनम् निरसनम तदपि एक वारम्” અને રસ કસ વિનાનું એકજ વારનું ભોજન કરું છું. “शैयाचभू परिजनो निज देह मात्रम्, हा हा तथापि विषया न परित्यजन्ति” અરે, દુનિયાના લોકો જુઓ તો ખરા, કોઈ શૃંગાર નથી તો પણ આજે વિષયો-વાસના મને છોડતી નથી. (more…)