રામાયણ એક મહાકાવ્ય-૧

રામાયણ એક મહાકાવ્ય – ઊંઝા આશ્રમ

Side A –


– રામાયણ મહાકાવ્યની ચર્ચા ચાલી રહી છે. ઉપનિષદો, ભગવદ ગીતા, મહાભારત, ભાગવત અને રામાયણ એમાં રામાયણ અને બીજા ગ્રંથોમાં શું ફરક છે? ઉપનિષદો મહાકાવ્ય નથી પણ અધ્યાત્મ ગ્રંથ છે. એમાં બ્રહ્મ-આત્માની ચર્ચા છે. એ પ્રૌઢ ઉંમરના માણસો માટે છે. મહાભારત આદી થી અંત સુધી ખટપટો ભરેલો સંસાર ગ્રંથ છે. ભગવદ ગીતા મહાકાવ્ય નથી પણ ગુમરાહ થયેલી વ્યક્તિ માટેનો ઉપદેશ ગ્રંથ છે. ભાગવત શૃંગાર પ્રધાન ભક્તિ ગ્રંથ છે. શૃંગારમાં મર્યાદા નથી હોતી. @4.43min. રામાયણ એ મહાકાવ્ય છે, મહાકાવ્ય હોવા છતાં એમાં વ્યક્તિઓના ચરિત્રો દ્વારા જીવનના ઉત્તમ આદેશો છે એટલે એ ધર્મગ્રંથ બન્યો છે. ધર્મનો બીજો કોઈ અર્થ નથી. માણસ નીચે કેમ ઊતરે છે અને ઉપર કેમ, કયા કયા કારણોથી જાય છે એને દ્રષ્ટાંત સહિત પાત્રોના દ્વારા રસપૂર્વક તમારી આગળ મૂકે એનું નામ મહાકાવ્ય. એનું નામ સાહિત્ય. માણસ કુસંગથી નીચે જાય છે અને સત્સંગથી ઉપર આવે છે. આ મહાકાવ્ય, આ ધર્મ ગ્રંથ, આ ધર્મ ચર્ચા નીચે ઊતરેલી વ્યક્તિને ઉપર ચઢાવવાનો પ્રયત્ન કરે છે. ઊંચે માણસને લાવવું હોય તો શું કરવાનું? તો ઉપરનું જીવન જીવનારા પાત્રોનું સર્જન કરવાનું અને નીચું જીવન જીવતાં પાત્રોનું પણ સર્જન કરવાનું અને લોકો આગળ એ ચરિત્રો મૂકી દેવાના, બોલો હવે તમારે રામ થવું છે કે રાવણ થવું છે? તો રાવણ જેવો માણસ પણ નહિ કહે કે મારે રાવણ થવું છે. કારણ શું છે કે, માણસને આદર્શ ગમે છે. એટલે આ મહાકાવ્યમાં તમારા જીવનમાં, તમારા ઘરમાં, તમારા સમાજમાં આવનારા બધા પાત્રો છે. આ સંસારના પ્રશ્નોને લઈને ચાલનારો ગ્રંથ છે. @8.45min. સંસારનો મોટામાં મોટો પ્રશ્ન છે, સ્ત્રી-પુરુષોના સંબંધોનો. પણ ભગવાને એકલા પુરુષોજ કે એકલી સ્ત્રીઓજ બનાવી હોત તો? (more…)