બજરંગબલિ

બજરંગબલિ – ઉનાવા, હનુમાનજી મંદિર

Side A –

– જેમ પ્રત્યેક વ્યક્તિનું, અલગ અલગ વ્યક્તિત્વ હોય છે તેવીજ રીતે પ્રત્યેક ગ્રંથનું, પ્રત્યેક ગામનું, મહોલ્લાનું, જ્ઞાતિનું પણ વ્યક્તિત્વ હોય છે. તમે શું છો એ તમારા વ્યક્તિત્વમાં છે. @5.17min. આપણા ધાર્મિક ક્ષેત્રોમા બે પ્રકારના ગ્રંથો હોય છે. મગજને ભરનારા અને હૃદયને ભરનારા. જીન્દગીનું મોટામાં મોટું દુઃખ ખાલીપણાનું છે.માણસોના અલગ અલગ વ્યક્તિત્વના ઉદાહરણો. @13.12min. બ્રહ્મસૂત્ર, દર્શન ગ્રંથો મગજ ભરવા માટે છે. મગજના પ્રશ્નો ઉકેલવા માટે છે. @15.28min. આટલાં વર્ષોથી દર્શન કરવા આવો છો તો એકવાર તો પ્રશ્ન થવો જોઈએ કે આ હનુમાનજી છે કોણ? તમને ભૂખ નથી લાગી એટલે તમે તત્વ સુધી નથી પહોંચી શકતા અને એટલે તમે તત્વવેત્તા નથી થઇ શકતા @17.25min. ભેંસના દુધની અસર. આપનું હિન્દુઇસમ શું કહે છે? તમારા દેવો-દેવીઓ, હથિયારો બધું શું છે? આપને એક બ્રહ્મવાદી છીએ એવું ઉપનિષદ કહે છે તો હનુમાનજી શું છે?@22.19min. બુદ્ધની, રામકૃષ્ણ પરમહંસની, સંતની, સુફીની વાણી બિલકુલ સરળ હોય. પંડિતોની વાણી ગુંચવાયેલી હોય. ગાંધીજીનું વાંગમય બિલકુલ સરળ હોય. હંમેશા સાચી વાત સરળ હોય છે. હૃદય પ્રેમ અને શ્રદ્ધાથી ભરાય છે. (more…)