પંચ-નિષ્ઠા અને પરિગ્રહ
પંચ-નિષ્ઠા અને પરિગ્રહ – આશી અને બોરસદ
Side A –
– આશી હાઇસ્કુલના આચાર્ય શ્રી સૈયદની વિદાયગીરી પ્રસંગે. કોઈપણ વ્યક્તિના જીવનની સફળતા અથવા નિષ્ફળતા પાંચ નિષ્ઠાઓદ્વારા થતી હોય છે. જીવન મકાનના પિલર(ટેકો) જેવું હોય છે, એને પાંચ તાંણીયા આપેલા છે.ભગવદ ગીતામાં નિષ્ઠા શબ્દનો ઉપયોગ વારંવાર કરવામાં આવ્યો છે. મુસ્લિમો એને ઈમાન કહે છે. વિશ્વાસ, શ્રદ્ધા અને નિષ્ઠા વિશે સાંભળો. વિશ્વાસમાં પવિત્રતા ભળે એટલે શ્રદ્ધા બને છે. શિષ્યને ગુરુ પ્રત્યે તથા પુત્રને પિતા ઉપર શ્રદ્ધા હોય. એ શ્રદ્ધા હચમચાવી હચમચાવીને મજબૂત બનાવવામાં આવે ત્યારે નિષ્ઠા બને છે. @5.46min. ભારત એક દેશ છે, એમાં પુજ્યતા ભળે એટલે ભારત માતા બને છે. (more…)