મારો દેશ ભારત – બંધારણ બદલો

બંધારણ બદલો – રાજકોટ

Side A –

– પ્રવીણ પ્રકાશન તરફથી સ્વ.કવિ હરીન્દ્ર દવેની પૂણ્ય સ્મૃતિમાં – પ્રશ્નોના ત્રણ રૂપ હોય છે. (૧) સ્ટોકમાં રાખી, પાછળથી ઉકેલી શકો.તેવા, (૨) બીજા પ્રશ્નોને પડતા મૂકીને તેને અગ્રીમતા આપવી પડે તેવા, અને (૩) અગ્નિ જેવા સળગતા પ્રશ્નો, બીજું બધું પડતું મૂકીને સીધા આવા પ્રશ્નો પર કામે લાગી જવું પડે. સ્વામીજીની દ્રષ્ટિએ આજે ભારતનો મોટામાં મોટો પ્રશ્ન દેશ તૂટવાનો અને ચૂન્થાવાનો છે. દેશ બે રીતે તૂટે, પ્રજાના દ્વારા અને નેતાઓના દ્વારા. ઇતિહાસથી ખબર પડશે કે દેશમાં કાયમ બળવા થતા રહ્યા છે. પંજાબ, કાશ્મીર આસામમાં જે કઈ થઇ રહ્યું છે તે પ્રજાના દ્વારા થઇ રહ્યું છે. @5.19min. દુનિયાના બધા દેશોમાં અમેરિકા સિવાય બધે એવુંજ ચાલી રહ્યું છે. અમેરિકામાં પ્રજા કેમ અલગ થવા માગતી નથી તે સાંભળો. પંજાબ તૂટવાની અણી ઉપર હતું. મેજર જનરલ ગીલે તે પ્રશ્ન ઊકેલી નાખ્યો. બંદુકના દ્વારા ઉકેલાયેલા પ્રશ્નો કાયમી નથી હોતા, સ્થાયી ઉકેલ સંધીઓથી આવે છે. અંગ્રેજોએ ભારતમાં ૧૦૦ વર્ષમાં ૩૭ યુદ્ધો કર્યા તે દરેકે સાભળીને સમજવું જોઈએ. (more…)