પતંજલિ યોગ સુત્ર – ૪

[ પતંજલિ યોગસૂત્રમાં ઈશ્વરની શરણાગતિ સ્વીકારવાનું કહ્યું છે. “ईश्वर प्रणिधानाद्वा” પતંજલિ ઈશ્વરવાદી છે. અનીશ્વરવાદી નથી. તેમનો રાજયોગ છે. હઠયોગ નથી. તેમાં કુદરત-વિરોધી કોઈ ક્રિયા કરવાની કહી નથી. (વાસ્તવિકતા પાનું ૧૦)]

AMARILLO – TX

Side 4A –
– @3.33min. યોગના માર્ગ ઉપર ચાલનાર કોઈ વ્યક્તિ એમ કહે છે કે તમારી જે આ અટપટી ક્રિઆઓ, આ જે કષ્ટ ભરેલા સાધનો મારાથી થઇ શકે એમ નથી તો મને કોઈ સરળ સીધો રસ્તો બતાવો. ઇશ્વર કોણ છે અને કેવો છે? ઇશ્વરની વ્યાખ્યા. જેમાં કલેશ, કર્મ વિપાક અને આશય ન હોય એનું નામ ઈશ્વર. પંચ-કલેશ – અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. પંચ-ક્લેશની અલગ અલગ વ્યાખ્યા સાંભળી લેવી. @18.50min. પરમેશ્વરને અવિદ્યા હોય ખરી? જેને અવિદ્યા હોય તે પરમેશ્વર કહેવાય ખરો? નહિ કહેવાય. આજ રીતે કર્મ વિપાક અને આશય વિશે સમજવું. @21.36min. એક માણસે પૂછ્યું, જીવ કર્મ કરવાને સ્વતંત્ર છે તો પછી ઈશ્વર બધાને નચાવી રહ્યો છે એ કેવી રીતે? કાં તો પછી હું સ્વતંત્ર હોઉં અને મને ઈશ્વર નચાવતો નથી. જવાબ ઉદાહરણથી સાંભળી લેવો. @30.19Min. પુરુષ વિશેષ ઈશ્વર કહેવાય તો પછી મહાપુરુષો મહાવીર સ્વામી, ભગવાન બુધ્ધ વગેરે મુક્તાત્માઓ છે એને ઇશ્વર કહેવાય કે નહિ? ના કહેવાય, કેમ? તે સાંભળી લેવું. @34.26min. એવો જે પમેશ્વર છે તેનું નામ શું છે? બીજા દિવસે – @38.12min.ભગવાનના બધા ઘણા નામ છે અને ભગવાનનું કોઈ નામ નથી છતાં પણ એક મૂખ્ય નામ આપણા શાસ્ત્રકારોએ માન્યું છે તે “પ્રણવ” એટલે ૐ એ હિંદુ જૈન અને બૌદ્ધોમાં સમાન છે. મંત્રના પ્રારંભમાં ૐ હોવો જોઈએ તેના ઉદાહરણો. ૐ એ આપણું મૂળ પરમેશ્વરનું નામ છે. (more…)