શ્રી કૃષ્ણ ચરિત્ર – ૫

[ શ્રી કૃષ્ણ લીલા રહસ્ય(પુસ્તક) – અર્પણ – હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ, રૂપકો તથા લીલાઓનું અધ્યાત્મિક અર્થઘટન કરી હિંદુ પ્રજાને એકેશ્વરવાદ તરફ દોરવા અને એ રીતે પ્રચલિત અવ્યવસ્થા, વિસગતિ તથા વિસંવાદો દૂર કરવા જેમણે પ્રયત્નો કર્યા છે, અને કરશે તે સૌ મહાનુભાવોને સાદર – સપ્રેમ સમર્પિત. – સ્વામી સચ્ચિદાનંદ.

શ્રીમદ ભાગવતની અંદર આવેલી ભગવાન કૃષ્ણની લીલાઓ, કોઈ વ્યહવારિક ઘટનાઓ નથી, કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ એ લીલાઓ પરમહંસો, અવધુતો માટે યોગભાષામાં લખાયેલા રૂપકો છે. ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજવામાં આવે તો તમારું પોતાનું એક સમાધાન થાય અને એ સમાધાનમાં તમને એમ લાગે કે મારા શાસ્ત્રો, મારો ધર્મ, મારી પરંપરા, દુનિયાની અંદર કોઈ પરંપરાથી ઊતરતી નથી, પણ કદાચ વધારે ભવ્ય અને શ્રેષ્ઠ છે

દુર્યોધને કૃષ્ણને કહ્યું, તમે ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કર્યું? ભગવાને જવાબ આપ્યો ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે.

શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે “LOVE OF GOPIS” અને બતાવ્યું છે કે આ કોઈ ઈતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. ]

શ્રી કૃષ્ણ ચરિત્ર – એમરિલો, ટેક્ષાસ

Side 5A –
– માયાવી અને દૈવી પ્રેમ – પરમેશ્વર પોતે પ્રેમરૂપ છે. અને નહિ હોય તો આ પ્રેમ આવ્યો ક્યાંથી? કંસ કામ છે, એટલે પ્રેમજ(કૃષ્ણજ) કામને મારી શકે. @4.43min. એક પ્રેમ વિશે હબસીનું ઉદાહરણ સાંભળો. પ્રેમ રૂપાળો સુંદર છે. ભારતીય સંસ્કૃતિમાં લગ્નસંસ્થાનો આધાર બે આત્માઓનું પ્રેમથી મિલન છે. ન્યુઝ પેપરમાં આવેલી એક લગ્નની ઘટના સાંભળો. લગ્નસંસ્થાનો આધાર સૌદર્ય નથી. સૌદર્ય શરીરમાંથી નહિ પણ પ્રેમમાંથી આવે છે. કૃષ્ણ એ પ્રેમરૂપ છે અને પ્રેમથી વધારે કશું સુંદર નથી, એ બતાવવા માટે મુગટ પર મોરપીંછ છે. વાસળી એ પ્રેમનું વાજિંત્ર છે. વાંસળીની તાન જ્યારે છૂટે ત્યારે હૃદયમાં ઉછાળા આવવા લાગે, એટલે વાંસળી પ્રેમ વાદ્ય છે. વાંસળીની અસર સાંભળો, એમાં એકજ રાગ તે પ્રેમ રાગ છે. કૃષ્ણ જ્યારે વિદુરાણીને ત્યાં ગયા ત્યારે વિદુરાણી દોડતા આવ્યા અને કેળાના છોટલાં ખવડાવ્યા, એજ પ્રમાણે ભગવાને સુદામાના તાંડળા ખાધા. માણસ પદાર્થનો ભૂખ્યો નથી, પ્રેમનો ભૂખ્યો હોય છે. પ્રેમ વાંકો હોય છે. (more…)