ગાંધી વંદના
[ મારી દ્રષ્ટીએ, આજસુધીના ઇતિહાસમાં આટલું નિર્મળ ચરિત્ર, આટલી નિસ્પ્રિહતા, આટલી શસ્ત્ર વિનાની નિર્ભયતા અને આટલી ઊંડી મુત્સદ્દિગીરી આખા ઇતિહાસમાં મને કોઇ જગ્યાએ દેખાતી નથી. સૌથી મોટું આશ્ચર્ય એ કે એક વાક્ય પણ જુઠ્ઠું બોલ્યા વિના જે માણસ આંતરિક અને બાહ્ય બંને પ્રકારની રાજનીતિ સફળતા પૂર્વક લડી શકે, હું માનું છું કે આ દુનિયાનું અને રાજકારણનું મોટામાં મોટું આશ્ચર્ય છે. મારી દ્રષ્ટીએ આ શતાબ્દીના મોટામાં મોટા કોઈ આધ્યાત્મિક પુરુષ હોય તો તે ગાંધીજી છે.
ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય, મારે પણ છે, પરંતુ આ એક સાચો માણસ હતો. ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. અસ્પૃષ્ય લોકોની વચ્ચે જઇને બેસે, અને એના મહોલ્લામાં જઇને રહે.
-Swami Sachchidananadji ]
ગાંધી વંદના – ગોરજ
Side A –
– @3.43min. સંગીતકાર શંકર જયકિશનના ઉદાહરણથી ધર્મગુરુ કેવા હોવા જોઈએ તેની સમજણ. વાજિંત્ર વાગતું નથી, એને વગાડનારો વાગે છે. મિલ મજૂરોથી મિલ નથી ચાલતી, મેનેજરથી મિલ ચાલે છે. @8.24Min. ધર્મ અને શાસ્ત્રો ગમે તેટલા ઉત્તમ હોય પરંતુ ધર્મગુરૂ કે તેનો વ્યાખ્યાતા સારો ન હોય તો તે ધર્મને અધોગતિએ પહોંચાડી દેશે. ધર્મ સનાતન છે. સંપ્રદાયો, પંથો કાળે કરીને વિલીન થાય છે. સનાતન ધર્મની ચેતનાને કાયમ રાખવા માટે એનો વ્યાખ્યાતા દેશ, કાળ અને પરિસ્થિતિનો જાણકાર હોવો જોઈએ. દેશ પ્રજાથી નહિ પણ નેતાથી ચાલતો હોય છે. ઈંગ્લેન્ડના ચેમ્બરલેન-ચર્ચિલનું ઉદાહરણ. પ્રજા માટીનો લોંદો છે. નેતા એને ઘાટ આપે છે. દ્વારિકા અને શ્રી કૃષ્ણનું ઉદાહરણ. શ્રી કૃષ્ણે પાંડવોનો ઉદ્ધાર કર્યો પરંતુ દ્વારિકાના યાદવોનો ન કરી શક્યા. એજ દશા પોરબંદરની હશે. બુદ્ધ અને મહાવીર જ્યાં જન્મ્યા હતા ત્યાંજ સૌથી વધુમાં વધુ માફિયાઓ છે. હીરો જ્યાં જન્મે ત્યાં કોડીનો હોય, મુંબઈમાં જાય ત્યાં લાખનો થાય. @15.18min. સદીઓથી ગુલામ એવા ભારત દેશમાં અવ્યવસ્થા-અન્યાય વિશે. ધાર્મિક લેબલવાળી સતી પ્રથા, કોણ વિરોધ કરી શકે? સ્ત્રીઓને અફીણ પીવડાવીને સતી બનાવવામાં આવતી. કાશીની કરવત અને જગન્નાથના રથ નીચે કચડાઈ જવાની પ્રથાને કોઈ ધર્મગુરુએ અટકાવી નહિ. (more…)