રાજકીય પ્રશ્નો – ૧
વલસાડ
Side A-
– હિંદુ પ્રજાના આગળ અનેક ગંભીર પ્રશ્નોની સાથે સૌથી વધુ ગંભીર પ્રશ્ન એના રાજકીય સ્વરૂપનો છે. રાજકીય સ્વરૂપને આધીન ધર્મની, સંસ્કૃતિની, સ્ત્રી અને પુરુષોના માન- મર્યાદાની રક્ષા થતી હોય છે. જેની પાસે રાજકીય સ્થિતિ સચોટ નથી હોતી એવી પ્રજા પોતાના ધર્મને ખોઈ બેસતી હોય છે અને એની સંકૃતિ બિચારી થઇ જતી હોય છે. એના સ્ત્રી પુરુષોની માન- મર્યાદા, આર્થિક સામાજિક હિતો સચવાતાં નથી હોતાં. એટલે પ્રજાને સુખી કરવી હોય અને એ સુખને સ્થાયી બનાવવું હોય તો સૌથી પહેલાં અનીર્વાર્ય શરત એ છે કે એના રાજકીય સ્વરૂપને સુધારવું જોઈએ કારણકે બધા સુખનું મૂળ રાજકીય સ્થિતિમાં છે. (more…)