મુસ્લિમોનું પ્રતિક બીજના ચંદ્ર

મુસ્લિમોનું પ્રતિક બીજના ચંદ્ર – KOLHAPUR

Side B –
-ઉપનિષદ કહે છે ” सोळस कलोयं पुरुषः જેમ ચંદ્રને અજવાળિયું અને અંધારિયું છે એમ આત્માને પણ એની કળાઓ દ્વારા અજવાળિયું અને અંધારિયું છે. કઈ કઈ કળાઓ તે સાંભળો. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, ચાર અંતઃ કારણ, મન, બુદ્ધિ ચિત્ત અને અહંકાર. આ ૧૪ કળાઓ દેખાય, બે કળાઓ ગુપ્ત. કળાનો અર્થ એ છે કે જે ન હોવાથી તમને ખોડીલા કહે એનું નામ કળા. જીવનના અંધારીયા અને અજવાળીયા વિશે સમજણ. @5.20min. એક ગામમાં એક ભગત સાથે વાત. ભગવાને એને કશું નથી આપ્યું એની ફરિયાદ. @7.41min. શરીરના અજવાળિયા અને અંધારિયાની વાત. @10.30min. એક માણસની જાત્રામાં લાડવા ચોરવાની વાત. એક બિહારની સ્ત્રીની વાત, એનો પતિ રોજ મારે છે. @15.11min. એક ગામના પટેલની વાત. યાદવાસ્થળીની વાત. @૨૦.૦૭મિન. જ્ઞાનની સાત ભૂમિકાઓ. @24.06min. ઉપરની આ ચૌદે ચૌદ કળાઓ પુરુષમાં જાગે તો એના ચરણની રજ લઈને લોકો માથે ચઢાવે. બે કળાઓ ગુપ્ત રહે. જેમ અમાવાસ્ય અને એકમનો ચંદ્ર દેખાતો નથી એમ તમારા અંદર બે કળાઓ છે, જેને સાંખ્ય શાસ્ત્ર બતાવે છે તે મૂળ પ્રકૃત્તિ અને મહત્તત્વ દેખાતા નથી પણ આ બધી ચૌદે ચૌદ કળાના બીજરૂપ આધાર થાય છે. (more…)