રામાયણ સમિક્ષા – ૩

રામાયણ સમિક્ષા, Shree Mali Society, અમદાવાદ

 


Side 3A – RAMAYAN SAMIKSHAA , Shree Mali Society, AMDAVAD, રામાયણ સમિક્ષા -અમદાવાદ – લોકોના ઘોર વિરોધમાંથી, સંઘર્ષમાંથી તુલસીદાસના રામાયણે તેનું અસ્તિત્વ પ્રાપ્ત કર્યું. તુલસીદાસ મહારાજનું આખું જીવન સંઘર્ષનું જીવન છે. કોઈ સત્ય કદી સંઘર્ષ વિનાનું હોતું નથી અને કોઈ સંઘર્ષ બલિદાન વિનાનો હોતો નથી અને ન્યાયની સ્થાપના બલિદાન વગર થતી નથી. એમણે સમાજને સોળ ગ્રંથો આપ્યા એમાંનો આ એક ગ્રંથ છે એનું નામ “રામ ચરિત માનસ છે.” ૧૬મી સદીમાં આ ગ્રંથે સમાજને શું આપ્યું તેની વિસ્તૃતમાં સમજણ. @4.05min. એમણે ઘણા મોટા કાર્યો કર્યા. ઉત્તર ભારતમાં મુળદાલ પ્રજાની અંદર નિરાશામાંથી આશા આપી, પ્રાણ પુરવાનું કામ કર્યું. પ્રજાને રામાયણ દ્વારા એક મર્યાદાની પાળ બાંધી આપી. @14.29min. રજનિશના નિયંત્રણ વગરના જીવન વિશે. એ સ્વતંત્રતાના ગર્ભમાં સ્વછંદતા ની વાત કરે છે. આવી પ્રજા મહાન નથી થઇ શકતી. (more…)