પ્રજા મહાન તોજ રાષ્ટ્ર મહાન

પ્રજા મહાન તોજ રાષ્ટ્ર મહાન – અમરાપર – પાટીદાર સમાજ

Side A –

–  સ્વાતંત્ર્યસેનાનીઓનું બહુમાન પ્રસંગે. પ્રજા જો મહાન હોય તોજ રાષ્ટ્ર મહાન બને, પ્રજા જો મહાન ન હોય તો લાખ પ્રયત્ને પણ કદી રાષ્ટ્રને મહાન બનાવી શકાય નહિ. પ્રજા ચાર કારણોથી મહાન બનતી હોય છે અને પ્રજા ચાર ઊલટા કારણોથી અધમ બનતી હોય છે. આખા ઈતિહાસમાં અંગ્રેજોને અંદર અંદર લડતા જોયા? પ્લાસીનું યુદ્ધમાં સીરાદુલ્લાહની પાસે ૬૫૦૦૦નુ લશ્કર અને રોબર્ટ ક્લીવની પાસે ફક્ત ૩૦૦૦નુ લશ્કર. આ ત્રણ હજારના લશ્કરે પાંસેઠ હજારના લશ્કરને અડધો કલાકમાં હરાવ્યું. અહિ વિભાજકો પૂજાય છે અને સંયોજકો દુભાય છે. @5.16min. જે પ્રજાને સરવાળાનું, ગુણાકારનું ગણિત નથી આવડતું અને માત્ર બાદબાકી, ભાગકારનું ગણિત આવડતું હોય એ પ્રજા કદી મહાન થઇ શકેજ નહિ. વીસ હજાર સંપ્રદાયોમાં વહેંચાયેલી દેડકાની પાંચશેરી જેવી પ્રજાને ગાંધીજીએ એક કરવાનો પ્રયત્ન કર્યો અને ઘણી સફળતા પણ મળી. પ્રજાને સંગઠિત બનાવવી જોઈએ. આપણી ગુલામીનુ મૂળ કારણ, આપણે એક નથી. ધાર્મિક રીતે આપની આ બહુ મોટી કમજોરી છે. એક લાખ મુસલમાનને શાંતિથી ઈદની નમાજ પઢતા જોઇ શકાય પરંતુ એકસાથે પાંચ હજાર હિંદુઓને ધ્યાન કરતા અને પ્રાર્થના કરતા જોઇ શકાય નહિ. (more…)