ભક્તિ અને ઉપનિષદનો કર્મમાર્ગ

Side A –

– સંત ચરિત્રમાંથી ભક્તિનો વિષય – બે શબ્દો યાદ રાખો, ભૂક્તી અને ભક્તિ. ભૂક્તી એ સહજ છે.નાનું મોટું સર્વે જીવ માત્રને ભૂખ લાગે, એટલે એ સહજ માર્ગ છે. જેને ન મળતું હોય તેને લૂખું-સુંખું મળતું હોય તો એ બસ છે, તે વિસ્તારથી સાંભળો. જમવામાં નવીનતા ન આપો તો સુખની અનુભૂતિ થાય નહિ. માણસની બુદ્ધિનો વિકાસ છે એટલે એક એક ક્ષેત્રમાં ફરિયાદ છે. એ સારું છે તોજ વિકાસ થાય. ભુક્તિના ક્ષેત્રમાં જે અસંતોષ છે, એ વિકાસનું બીજ છે. એટલે એક માપમાં, એક હદમાં એની જરૂર છે. એ પણ ખોટું નથી પણ ખોટું કોના માટે છે કે જે ભૂક્તી માટે નહિ પણ ભક્તિ માટે જન્મ્યો હોય. બધાજ લોકો કંઈ ભક્તિ માટે જન્મ્યા હોતા નથી. ભૂક્તી માટેતો જન્મ્યા હોયજ છે કારણકે એ સહજ માર્ગ છે. (more…)