વેદ-ના મૂળમાં રાષ્ટ્રની ભવ્યતા

Side B – 

વેદ-ના મૂળમાં રાષ્ટ્રની ભવ્યતા – અમદાવાદ – Sardar Patel Education Trust – આપણા બધાનું મૂળ વેદ છે. વેદનો ઋષિ કહે છે કે અમારું રાષ્ટ્ર કલ્યાણકારી હોય અને માત્ર કાયદાની સ્થાપના(Law And Order} થીજ એ શક્ય બને. જો કોઇ મોટામાં મોટું પૂણ્ય હોય તો તે ગુંડાના ત્રાસમાંથી પ્રજાને બચાવવી અને એજ મોટામાં મોટો યજ્ઞ છે. @5.35min. દુબઈમાં કાયદાની સ્થાપના વિશે. ત્યાંના શેખો ભારતીય વેપારીઓનું બહુ માન રાખે છે. સોનાના બજારમાં દુકાનદાર, દુકાન ખુલ્લી મુકીને ગમે ત્યાં જાય તો પણ ત્યાં ચોરી થતી નથી. દુબઈમાં જ્યારે બાબરી મસ્જિદનું રીએક્શન આવ્યું ત્યારે મુસ્લિમોનું ટોળું હિંદુ મંદિર પર ગયું અને જ્યારે શેખને ફોન કરીને જણાવ્યું ત્યારે એ બધાને પકડી પકડી પકડીને ૪૦૦-૫૦૦ જેટલા ભારતીય, પાકિસ્તાની અને બન્ગલાદેશી મુસલમનોને ૨૪ કલાકમાં દેશ નિકાલ કર્યા. (more…)