સરદાર પટેલ
સરદાર પટેલ – વડોદરા – 31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી નિમિત્તે પ્રવચન
Side A –
– કોઈ વ્યક્તિ સુખી કે દુઃખી થતો હોય તો તેના અનેક કારણોમાં મહત્વનું કારણ એનો સ્વભાવ છે. અને જો પ્રજા સુખી કે દુઃખી થાય તેનું કારણ છે, રાજકીય સ્થિતિ. ભારતનો રાજકીય ઈતિહાસ અત્યંત કરુણાભર્યો છે. હું માત્ર મોક્ષ માટે સાધુ થયેલો પરંતુ રખડતાં, ભટકતાં મને ભાન થવા લાગ્યું કે આ કોઈ પ્રશ્નજ નથી, જીવનના પ્રશ્નોપર ધૂળ નાખી છે. વાસ્તવિક પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે, પ્રજાની આઝાદી, પ્રજાની સ્વાધીનતા, પ્રજાની રોજી-રોટી, પ્રજાનો આવાસ, પ્રજાનું આરોગ્ય, પ્રજાની સચ્ચાઈ, પ્રજાનું ગૌરવ, પ્રજાની માનવતા આ બધા સાચા પ્રશ્નો છે. @4.02min. દેશનો ક્રીમ વર્ગ જયારે ઊંધા રવાડે ચઢે તો દેશને બચાવી ન શકાય. 1947 સુધીનો ઈતિહાસ આપણને નગારું વગાડી વગાડીને કહે છે કે આ દેશ ઉપર મુઠ્ઠીભર માણસોએ રાજ કર્યું છે. આ દેશપર પહેલાં મુઠ્ઠીભર ઈરાનીઓએ સતત આક્રમણ કર્યું, એમને ગ્રીકોએ હરાવ્યા. ઈ.સ. પૂર્વે તૃતીય શતાબ્દીની આસપાસ સિકંદરનું રાજ્ય ઈરાક સુધી ફેલાઈ ગયું હતું, એણે ઈરાનને ધમરોળી નાખ્યું. અને તેથી ભારતમાં ઈરાનની સત્તાનું પતન થયું. (more…)