સ્વામી વિવેકાનંદ ચરિત્ર

Side A –

– કલકત્તામાં એક વકીલને ત્યાં સ્વામી વિવેકાનંદ(નરેન્દ્ર)નો જન્મ થયો. ૫-૭ વર્ષનો થયો અને પિતા મરી ગયા. પિતા સારા વકીલ હતા,પરંતુ પૈસો બચાવેલો નહિ.@3.36min. ફળો સાથે માણસના સ્વભાવની સરખામણી. નરેન્દ્રની માં વિધવા થઇ. ઊંચી ન્યાતમાં, ઊંચા ઘરમાં વિધવા થાય તો ક્યા જઈને પેટીયું રળે? જયારે નરેન્દ્ર સમર્થ થયા ત્યારે બોલવા લાગ્યા કે જે ધર્મ વિધવાના આંસુ લુછી ન શકે એવા ધર્મને દીવાસળી ચાંપો. એવા ધર્મની મારે કોઈ જરૂર નથી. @9.17min. ક્રાંતિ એમને એમ નથી આવતી. એમને ભણાવનાર જે અંગ્રેજ પ્રોફેસરો એમણે નોંધ મુકેલી કે આવો મેઘાવી છોકરો અમે યુરોપમાં નથી જોયો એટલી એની બુદ્ધિ છે. પ્રોફેસરો કહે છે કે નરેન્દ્રના પ્રશ્નોનો અમારી પાસે જવાબ નથી. નરેન્દ્રના પ્રશ્નોને પ્રોફેસરો સમાધાન માટે વિલાયત મોકલાવતા. એક નિયમ છે કે ફિલોસોફી(દર્શન શાસ્ત્ર)ના વિદ્યાર્થીને નાસ્તિક થતા વાર નહિ લાગે.ડોકટરી લાઈનમાં નાસ્તિકતા નહિ આવે. કારણકે અહી ગહન પ્રશ્નોને માત્ર તર્કના દ્વારા વિચારાય છે અને તર્કને આગળ લઈને ચાલો એટલે નાસ્તિકતા આવ્યા વિના રહે નહિ. આસ્તીક્તાનું મૂળ તર્ક નહિ પણ શ્રદ્ધા છે. (more…)