સંત ચરીત્ર

10 Listen here

Side A – Shree Sahajanand Swami Charitra, DANTALI – શ્રી સહજાનંદ સ્વામી ચરિત્ર, દંતાલી આશ્રમ – ધર્મની વ્યાખ્યા. @1.15min. ભૂમિકા. તટસ્થ દ્રષ્ટિ, હિતકારી અને અહિતકારી સત્ય. ગુજરાતમાં પુરાણ પ્રધાન પ્રવૃત્તિ. @ 13.00min. અયોધ્યામાં શ્રી સહજાનંદ સ્વામીનું બાળપણ અને ગૃહત્યાગ. @17.40min. લોન્જ નામે ગામ પહોંચ્યા. બ્રહ્મચારી સાથે પ્રશ્નો. ગીતાના આઠમા અધ્યાયના પહેલા સ્લોક સાથે સરખામણી. @22.50min. પહેલું નામ તુલસીદાસ, ઉધ્ધવ સંપ્રદાય અને રામાનંદ સ્વામી ગુરૂ. સાકારની ઉપાસનામાં વિયોગ અને વિયોગમાં પીડા છે અને પીડા એજ ભક્તિ છે. રામાનંદના ગુરૂ આત્માનંદ સ્વામીએ કચ્છમાં ઉધ્ધવ સંપ્રદાય પ્રવર્તિત કરેલો, ત્યાં દિક્ષા આપી અને નામ પાડ્યું સહજાનંદ સ્વામી. @30.00min. વર્ષો સુધી ગાયો દોહતા, છાણના ટોપલા ઊંચકતા, રસોઇ કરતા, વાસણ ઘસતા, મણ-મણના અનાજના પોટલાં ઊંચકતા-તપ કર્યા વગર સિદ્ધિ મળતી હોતી નથી. સહજાનંદ સ્વામી ગાદી પર બેઠા પણ રામાનંદ સ્વામી પાસે બે વચનો માંગ્યા તે હવે પછી સાંભળો. @38.30min. સંપ્રદાયમાં પછાત લોકોને સ્વિકારવા વિશે. સમાજમાં કરેલા સુધારા. @40.15min. ફરતાં ફરતાં વધારેમાં વધારે એમને ગઢડામાં દાદાખાચરાને ત્યાં એમને ગમ્યું. મેં મારા આશ્રમમાં દાદા ખાચરની મૂર્તિ મુકી છે તેના કારણો જરુર સાંભળો. @46.30min. ધર્મ અને સંપ્રદાયોની સમજવા જેવી વાત. @51.30min. સ્વભાવના બે મોટા ગુણો ઉદારતા અને સહનશક્તિ જો તમારી પાસે હશે તો દુનિયા તમારી મુઠ્ઠીમાં રહેશે.