મહાભારત – ૨
મહાભારત – ઊંઝા આશ્રમ
બીજા એક આશ્રમના નોકરની વાત સાંભળો. પેલા માણસને ત્યાં 20 લીટર દૂધ રોજનું વપરાય. કોઈની સાથે ભેદભાવ નહિ રાખે.એ ઘરનું નામજ “ધર્મશાળા” પાડેલું. એટલો ખર્ચો એટલો ખર્ચો કે એની કમાણી કરતાં ખર્ચ વધારે. આ માણસ દેવું મૂકીને મરી ગયો, પણ આખા ગામમાં એવો જય જયકાર થયો કે આવો માણસ ફરી જોવા મળશે નહીં. કીર્તિ એની રોટલાના કારણે અને માનને કારણે એનો યશ છે. એટલે અહિયાં ધનનો ભેદ બતાવ્યો છે. શ્રદ્ધામાંથી દાન(કર્ણ) જન્મ્યું પણ સત્વગુણ(પાંડુ) વિનાનું જન્મ્યું એટલે એ ત્યાજ્ય છે. હવે સત્વગુણ અને શ્રદ્ધા નું પહેલું સંતાન થયું તે, “सत्यम वद” યુદ્ધમાં સ્થિર થનારો યુધિષ્ઠિર, આ પહેલો પુત્ર છે. બીજો પુત્ર વાયુનો એટલે સત્યમાંથી પરાક્રમ. એટલે બીજા પુત્રનું નામ છે, ભીમ. ત્રીજો ઇન્દ્રનો પુત્ર છે એનું નામ છે અર્જુન(વિવેક). માદ્રીના બે પુત્રો જ્ઞાન એટલે સહદેવ અને વૈરાગ્ય એટલે નકુળ. તમને એમ લાગે છે કે આ કોઈ આધ્યાત્મિક ચર્ચા થઇ રહી છે? હજુ વાત સમજમાં ન આવતી હોય તો દ્રૌપદીના સ્વયંવરની વાત સાંભળો. દેશ દેશના રાજાઓ ભેગા થયા છે. સ્વયંવરની શરત અને અર્જુને મત્સ્યવેધ કેવી રીતે કર્યો તે સાંભળો. કર્ણ મત્સ્યવેધ કરવા ઊભો થયો તો એને તું ક્ષત્રિય નથી એમ કહીને બેસાડી દીધો. (more…)
