યુદ્ધનેતા શ્રી કૃષ્ણ

યુદ્ધનેતા શ્રી કૃષ્ણ -ડીટ્રોઇટ હિંદુ મંદિર

 

Side A –
– જીવનની નિવાર્ય અને અનિર્વાર્ય બાબતો. ભારતમાં રોડ ઉપર થતાં અકસ્માતો નિવારી શકાય, જો કાયદો અને વ્યવસ્થા અમલમાં હોય તો. અકસ્માતો નિવારવા લોકો જાતજાતના પ્રયત્નો કરે છે, જેવા કે લીંબુ, મરચા, જોડું લટકાવે છે. સ્ટીયરીંગને માતાજીની ચુંદડી બાંધે છે. આ બધું કર્યાં છતાં અકસ્માતો વધતા જાય છે કારણકે આ સાચો ઉપાય નથી. @3.01min. કેટલીક વસ્તુ નિવારી શકાય છે. ભારતનું ખાસ કરીને હિંદુ, બૌદ્ધ અને જૈન આ ત્રણેનું દુ:ખદ પાસું એ છે કે એકે એક બાબતને પૂર્વજન્મ સાથે સાંકળી લે છે. એનું પરિણામ એ આવે કે તમે પુરુષાર્થી નથી બની શકતા. આ સિવાયના બીજા ધર્મોમાં પૂર્વના કર્મો નથી એટલે મુશ્કેલીનો સામનો કરી એનો ઉપાય કરે છે. એમણે ગાડીઓમાં એરબેગ મૂકી દીધી, આ સાચો ઉપાય છે. નિવારી ન શકાય એવા જે થોડા તત્વો છે, એમાંનું એક છે મૃત્યુ. લંડનમાં માં-બાપને ડસ્ટ-બીન કહેવાનું એક ઉદાહરણ સાંભળો. “मङ्गलं मरणम् यत्र” મરવું પણ મંગળ છે, શર્ત એટલીજ કે મરવાના ટાઇમે મરવાનું થાય ત્યારે. અકાળ મૃત્યુ મંગળ નથી. કેટલીક વસ્તુઓ નિવારી ન શકાય એને તમે સ્વીકારી લો અને સુખી થાવ. કબ્રસ્તાનમાં એક મરેલા માણસે એની કબર પર સંદેશો લખાવેલો તે સાંભળો. (more…)