વ્યક્તિ, સમાજ અને સંસ્કૃતિ-૧

વ્યક્તિ, સમાજ અને સંસ્કૃતિ – ઊંઝા આશ્રમ

 

– મહર્ષિ વાલ્મીકી વિરચિત કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. રામાયણ સંસારનો ગ્રંથ છે. સંસારની અંદર વ્યક્તિ આવે, સમાજ આવે, રાષ્ટ્ર આવે અને બધુંજ આવે. એમાં જે જે ઘટનાઓ અને આખ્યાનો આવે છે, એ માત્ર ભૂતકાળમાંજ ઘટેલાં એવું સમજતા નહિ, એવી ઘટનાઓ આજે પણ આપણાં સમાજમાં, આપણાં જીવનમાં ઓછા-વત્તા અંશમાં ચારે તરફ ઘટતી હોય છે. શાસ્ત્ર એને કહેવાય, જે દુઃખનું નિદાન બતાવે. જ્યાં સુધી તમે રોગને જાણો નહિ, નિદાન સ્પષ્ટ થાય નહિ ત્યાં સુધી ઔષધી સ્પષ્ટ થાય નહિ. નિદાન અને ઔષધી બરાબર હોય તો ગમે એવા મહા રોગમાંથી છૂટકારો મળે. ગૌતમના ઘરમાં જે ઘટના ઘટી એવી ઘટનાઓ આજે હજારો ગૌતામોના ઘરમાં ઘટતી હશે. જે અહલ્યાની સાથે થયું એવું આજે પણ કેટલીયે અહલ્યાઓ સાથે થતું હશે. (more…)