ધર્મના ત્રણ શત્રુઓ – મુંબઈ

ધર્મના ત્રણ શત્રુઓ – મુંબઈ, પ્રેમપુરી આશ્રમ – શ્રી ગલિયાકોટવાળાની પુણ્ય તિથી પ્રસંગે

Side A –
સુખનું મૂળ વ્યવસ્થા છે અને દુઃખનું મૂળ અવ્યવસ્થા છે, આ બે સુત્રોની જો વાસ્તવિકતા સમજાશે તો જીવનમાંથી ઘણી ગૂંચો દુર થઇ જશે. જીન્દગીનો સૌથી મોટો દોષ ગૂંચવાડો છે. @5.27min. તમારા દામ્પત્યની અને સમાજ જીવનની પણ એક વ્યવસ્થા છે તે વિશે સાંભળો. ધર્મનો અર્થ થાય છે કે વ્યવસ્થાની સ્થાપના. ધર્મના દ્વારા અવ્યવસ્થા ઉત્પન્ન થતી હોય તો ધર્મજ પ્રજાને દુઃખ દેનારું તત્વ બની જતું હોય છે, તો એ ધર્મ નહિ પણ ધર્માંભાશ હશે, એટલેકે ધર્મના નામે આવેલો અધર્મ હશે. “धारणा धर्म मित्याहु, धर्मो धारयते प्रजा:”ધારણ કરે એનું નામ ધર્મ, જો પ્રજા ધારણ થયેલી હોય તો ધર્મનું અસ્તિત્વ છે. @8.52min. ચાણક્ય બહુ મોટો રાજનેતા છે. ૨૦૦૦ વર્ષ પછી પણ આ માણસ મર્યો નથી.સરદાર પટેલને તમે મારી ન શકો, કારણકે તે એક બહુ મોટો વ્યવસ્થાપક હતો. ત્રણ મહા પુરુષોના જીવન ચરિત્રો રાજનેતાની પરિક્ષામાં રાખવા જરૂરી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ, ગોંડલના રાજા ભગવત સિંહ અને ભાવનગરના પ્રભાશંકર પટ્ટણી. @16.49min. એક અમેરિકનનો પ્રશ્ન. દુનિયાભરની અંદર એવો કયો દેશ છે જ્યાં ૮૫% બહુમતિવાળી પ્રજા ૧૦% અલ્પમતિવાળાનો માર ખાય છે? તમારામાં કેટલા લોકો કયા લોકમાં જશે તેમાં મને રસ નથી પણ મારે તો એટલોજ રસ છે કે આ મુંબઈની અંદર, ભારતની અંદર તમે તમારા ફ્લેટમાં કે ઘરમાં નિર્ભય થઈને તમારા બાળકો સાથે રહી શકશો કે કેમ? એટલોજ મને રસ છે. આજનો વિષય: ધર્મના ત્રણ શત્રુઓ, આડંબર, વ્યક્તિપૂજા અને ઝનુન આ ત્રણે મહારોગો છે અને તે આપણને ભયંકર રીતે વળગ્યા છે, વિગતે સાંભળો. (more…)