ઇઝરાયલની જીવનવ્યવસ્થા – ૧

યહૂદી ધર્મની દસ આજ્ઞાઓ

ઇઝરાયલની જીવનવ્યવસ્થા – ૧: ધર્મ પ્રજાનું ઘડતર કરે છે. પ્રજા શૂરવીર, સાહસી, બાહોશ બને છે તો તેની પાછળ ધર્મતત્ત્વનું મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે. જો પ્રજા કાયર, બીકણ, સાહસહીન બને છે તો તેમાં પણ ધર્મ જ મુખ્ય કારણ હોય છે. પોતાના ધર્મની ખૂબીઓ અને ખામીઓ સમજવા માટે પણ વિચારકોએ વિશ્વના મહત્ત્વપૂર્ણ ધર્મોનું અધ્યયન કરવું જરૂરી છે. ખ્રિસ્તી ધર્મથી પણ યહૂદી ધર્મ પ્રાચીન છે. હજરત મૂસા દ્વારા પ્રચલિત આ ધર્મ આજે જનસંખ્યાની દૃષ્ટિએ ભલે નાનો હોય પણ તેના સિદ્ધાંતો દ્વારા તે ખૂબ ઊંડો છે. આ આખો ધર્મ અત્યંત સરળ તથા સાદો છે. મુખ્યત: દશ આજ્ઞાઓ ઉપર આધારિત આ ધર્મમાં કડક રીતે એકેશ્વરવાદની સ્થાપના છે. પ્રભુ યહોવાહની સ્પષ્ટ આજ્ઞા છે કે ‘મારા સિવાય કોઈ પણ દેવ રાખીશ નહીં.’ માત્ર એક જ નિરાકાર પરમાત્માની ઉપાસના કરવાની. બીજી આજ્ઞા છે: ‘તારે ઘડેલી મૂર્તિ કરવી નહિ, અને આકાશ, પૃથ્વી કે પાતાળ ઉપરની કોઈ પણ ચીજની આકૃતિ બનાવવી નહિ’, અર્થાત્ મૂર્તિપૂજા તથા પ્રકૃતિપૂજાનો નિષેધ. આપણે ત્યાં મૂર્તિપૂજા તથા પ્રકૃતિપૂજાનો એટલો બધો અતિરેક થયો છે કે મૂળ પરમાત્મા જ લગભગ ગાયબ થઈ ગયો છે. (more…)