ચાણક્યની રાજનીતિ – શ્લોક ૧
[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ચાણક્યની રાજનીતિ ’ માંથી કરવામાં આવ્યું છે.]
सुखस्य मूलं धर्मः || ૧ ||
સુખનું મૂળ ધર્મ છે.
ધર્મ એટલે જે કાર્યમાં સત્ય, ન્યાય અને માનવતા હોય તેને ધર્મ કહેવાય.
જેમાં સત્ય હોય જ નહિ તેને ધર્મ ન કહેવાય. જેમ કે ધર્મકાર્યોમાં ઈશ્વરને પ્રસન્ન કરવા અપાતું પશુનું બલિદાન એ સત્ય નથી. જો પશુહિંસા કરીને પ્રભુને રાજી કરાતો હોય અથવા પરલોક સુધરતો હોય તો પશુઓ માનવબલી આપીને સ્વર્ગ પ્રાપ્ત કરી શકત. ચાણક્યે જ કહ્યું છે કે: (more…)