ધર્મ, રૂઢિઓ, આવેગો, લાગણીઓ – ૧

[ સનાતન ધર્મ એટલે શું? માણસે બનાવેલા શાસ્ત્રીય ધર્મ(સંપ્રદાયો), કુદરતે મૂકેલા આવેગો, લાગણીઓ વિશે વિસ્તારથી સમજાવતો, ચિંતનથી ભરેલા આ લેખને આપણે ચાર-પાંચ ભાગમાં માણીશું. પહેલા ભાગમાં કુદરતી ધર્મ એટલે શું? સમજીશું. આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘ઉપસંહાર’ માંથી કરવામાં આવ્યું છે. ]

હું ધાર્મિક માણસ છું, પણ સાંપ્રદાયિક માણસ નથી. મને લાંબા અનુભવો પછી સમજાયું છે કે ભારતનો મુખ્ય ધાર્મિક રોગ, સાંપ્રદાયિકતા છે. સાંપ્રદાયિકતાથી વિભાજન વધે છે, રાગ-દ્વેષ વધે છે, પરસ્પરના ઝઘડા વધે છે, અસ્પષ્ટતા વધે છે, ખર્ચા વધે છે, અનાવશ્યક બાંધકામ વધે છે, સાધુઓ વધે છે, ઉઘરાણાં વધે છ, આવાં અનેક અનિષ્ટો ઊભાં થાય છે. એટલે મેં સાંપ્રદાયિકતાનો વિરોધ કરી ‘સંપ્રદાયમુક્ત ધાર્મિકતા’ નો વિચાર લોકો પાસે રાખ્યો છે. ઋષિઓથી માંડીને ગાંધીજી સુધીના અનેક મહાનુભાવો સંપ્રદાયમુક્ત ધાર્મિકતા પાળતા હતા. મારી દ્રષ્ટિએ સાચી ધાર્મિકતા સંપ્રદાય દ્વેષી નથી હોતી પણ સર્વ સંપ્રદાયોને મૂળ ધર્મમાં સહિષ્ણુતાપૂર્વક સમીકરણ કરનારી હોય છે. (more…)