[ સનાતન ધર્મ એટલે શું? માણસે બનાવેલા શાસ્ત્રીય ધર્મ(સંપ્રદાયો), કુદરતે મૂકેલા આવેગો, લાગણીઓ વિશે વિસ્તારથી સમજાવતો, ચિંતનથી ભરેલા આ લેખને આપણે ચાર-પાંચ ભાગમાં માણીશું.
પહેલા ભાગમાં કુદરતી ધર્મ એટલે શું? માણ્યું. આ ભાગ માં આપણે આવેગો, લાગણીઓ અને મનુષ્ય બાકીની સૃષ્ટિ કરતાં કેવી રીતે જુદો પડે છે તે માણીએ. આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘
ઉપસંહાર‘ માંથી કરવામાં આવ્યું છે. ]
આવેગો
માત્ર કામવાસના જ નહિ બાકીના બીજા ક્રોધાદિ આવેગો પણ કુદરતસર્જિત છે અને સૌને થોડી ઘણી માત્રામાં આવતા હોય છે. જીવન માટે તે પણ ઉચિત માત્રામાં જરૂરી છે. પશુ-પક્ષીઓ આ કુદરતસહજ આવેગોથી પ્રેરાઈને જીવન જીવે છે, જેથી તેમના પ્રશ્નો સરળતાથી ઉકેલાતા રહે છે. (more…)