ધર્મ, રૂઢીઓ, આવેગો, લાગણીઓ – ૩
શાસ્ત્રીય ધર્મ
કુદરતી ધર્મની સાથે મનુષ્યોએ પોતાની વિશેષ વ્યવસ્થા કરવા જે ધર્મ-સંપ્રદાયો રચ્યા, તે ‘શાસ્ત્રીય ધર્મ’ છે. વિશ્વના જુદા-જુદા ભાગોમાં મનુષ્યોએ વધારાની વ્યવસ્થા માટે લિખિત અથવા અલિખિત નિયમો બનાવ્યા. તે શાસ્ત્રીય ધર્મ છે. વિશ્વનું કોઈ પણ શાસ્ત્ર સીધી રીતે ઈશ્વરથી લખાયેલું કે રચાયેલું નથી. કોઈ ને કોઈ માણસના દ્વારા તે પ્રાપ્ત થયેલું છે. બીજું, વિશ્વના બધા શાસ્ત્રીય ધર્મો – જેને હવે આપણે સંપ્રદાયો કહીશું – સૃષ્ટિની શરૂઆતથી ચાલ્યા હોય તેવું નથી, કોઈ સો બસો, હજાર-બે હજાર વર્ષની આજુબાજુથી ચાલતા આવે છે. સૃષ્ટિરચનાને બે અબજથી પણ વધુ વર્ષો થયાં છે, એટલે કોઈ પણ શાસ્ત્રીય રચના બે અબજ વર્ષ જૂની નથી. (more…)