ધર્મ, રૂઢીઓ, આવેગો, લાગણીઓ – ૪

[ સનાતન ધર્મ એટલે શું? માણસે બનાવેલા શાસ્ત્રીય ધર્મ(સંપ્રદાયો), કુદરતે મૂકેલા આવેગો, લાગણીઓ વિશે વિસ્તારથી સમજાવતો, ચિંતનથી ભરેલા આ લેખને આપણે ચાર-પાંચ ભાગમાં માણીશું. પહેલા ભાગમાં કુદરતી ધર્મ અને બીજા ભાગમાં આવેગો, લાગણીઓ અને મનુષ્ય બાકીની સૃષ્ટિ કરતાં કેવી રીતે જુદો પડે છે ? ત્રીજા ભાગ માં આપણે શાસ્ત્રીય ધર્મ એટલે શું માણ્યું. આ ભાગમાં શાસ્ત્રીય ધર્મના ત્રણ વિભાગો: માન્યતા, આચારો અને કથાઓ, સમજીશું . આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘ઉપસંહાર‘ માંથી કરવામાં આવ્યું છે. ]

શાસ્ત્રીય ધર્મના ત્રણ વિભાગ

લગભગ પ્રત્યેક શાસ્ત્રીય ધર્મના ત્રણ વિભાગ કરી શકાય: ૧. માન્યતાઓ, ૨. આચારો અને ૩. આ બન્નેને પુષ્ટ કરનારી કથાઓ.
૧. માન્યતા: પ્રત્યેક ધર્મની કોઈ ને કોઈ માન્યતાઓ હોય જ છે. માન્યતાઓ એને કહેવાય, જેને શ્રદ્ધાથી માની લેવામાં આવે. જેને સાબિત કરવી કઠિન થઇ પડે તેને સરળતાથી શ્રદ્ધાના દ્વારા સ્વીકારી શકાય. જેમકે ઈશ્વર વિશે, આત્મા વિશે, લોક-પરલોક, પુનર્જન્મ વિશે, પાપપુણ્ય વિશે વગેરે અનેક ક્ષેત્રોનો સચોટ વિચાર પ્રત્યેક વ્યક્તિ કરી શકે નહિ, એટલે વિશાળ સમૂહને એક બીબાંઢાળ વિચારો અને માન્યતાઓ આપવાનું કામ શાસ્ત્રીય ધર્મો અર્થાત સંપ્રદાયો કરતા હોય છે. પૂર્વ કહ્યું તેમ આવાં શાસ્ત્રો કોઈ ને કોઈ મનુષ્ય અથવા મનુષ્યો દ્વારા પ્રાપ્ત થતાં હોય છે. (more…)