શાકાહાર-માંસાહાર
[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા’ માંથી કરવામાં આવ્યું છે.]
૧. હું ચુસ્ત શાકાહારી છું. મેં કદી પણ માંસાહાર કર્યો નથી, તેમ છતાં હું જાણું છું કે વિશ્વ ઉપર શાકાહારીઓએ રાજ કર્યું નથી. કોઈ અપવાદ સિવાય માંસાહારીઓએ જ રાજ કર્યું છે. આ નિયમ જળ, સ્થળ, નભમાં વસનારાં બધા પ્રાણીઓમાં પણ છે.
૨. જળમાં રહેનારા મગરમચ્છ, શાર્ક, વ્હેલ વગેરે માંસાહારીનું રાજ ચાલે છે.
૩. સ્થળમાં સિંહ, વાઘ, દીપડા, ચિત્તા, વરુ વગેરે માંસાહારીનું રાજ ચાલે છે. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓ સંખ્યામાં ગમે તેટલાં વિશાળ હોય પણ તેમનું રાજ ચાલતું નથી. (more…)