ગીતામાં યોગની ભૂમિકા – ભાગ (૧)
[ગીતામાં યોગની ભૂમિકા, યોગ શબ્દ નો સીધો અર્થ થાય છે બે વસ્તુને જોડવી. ગીતામાં કૃષ્ણ યોગ એટલે શું? એ અર્જુનને સમજાવે છે. આ પ્રકરણ નું અક્ષરાંકન ‘પ્રવચનમંગલ’ પુસ્તક માંથી કરવામાં આવ્યું છે. ]
અર્જુનનો પ્રશ્ન છે કે વ્યક્તઅવ્યક્તની ઉપાસના કરનારાઓમાં કોણ શ્રેષ્ઠ છે? શ્લોકમાં આવેલા જુદા જુદા શબ્દોનો પોત-પોતાનો ખાસ અર્થ છે તે આપણે આગળ જોઈ ગયા. હવે આ જ શ્લોકમાં આવેલા એક શબ્દ તરફ ખાસ ધ્યાન આપવાનું છે. “યોગવિત્તમા:” આ શબ્દ ઉપાસકોનું વિશેષણ છે. તેનો સામાન્ય અર્થ આ પ્રમાણે છે : જે યોગને જાણે તે યોગવીત્ત અને યોગવેત્તાઓમાં જે સર્વશ્રેષ્ઠ હોય તે ‘યોગવીત્તમ’ કહેવાય.
યોગના પણ અનેક અર્થ છે. દર્શનભેદથી, વ્યાખ્યાભેદથી યોગ શબ્દ જુદા જુદા અર્થોનો બોધક રહ્યો છે. તેનો પ્રસિદ્ધ અર્થ આસનપ્રાણાયામ વગેરે ક્રિયાઓથી થનારી સમાધિને બતાવનારો છે. પણ ગીતામાં વપરાયેલ યોગ શબ્દની અભિવ્યક્તિ માત્ર આસનાદિ ક્રિયાઓ પૂરતી જ માર્યાદિત નથી, પણ સમગ્ર જીવનને આવરી લે તેવા અર્થમાં થઇ છે. આમ તો ગીતાના અઢારે અધ્યાયોને યોગ જ ગણ્યા છે, તેમાં પ્રથમ અધ્યાય જેને વિષાદયોગ કહેવામાં આવ્યો છે, તે સમગ્ર યોગોનો આધાર છે. માનવામાં ન આવે તેવી વાત છે: કર્મયોગ હોય, ભક્તિયોગ હોય, જ્ઞાનયોગ હોય, પણ વિષાદયોગ જેવો કોઈ યોગ હોય તે શું નવાઈની વાત નથી? (more…)