હિંદુ પ્રજાના ઉકેલ માગતા ચાર પ્રશ્નો – (૪)

[ અસંખ્ય સંપ્રદાયો, પંથો, પરિવારો અને મંડળોમાં વહેંચાયેલી પ્રજા ઈશ્વરની જગ્યાએ કોઈ વ્યક્તિની પૂજા કરે છે અને ધર્મની જગ્યાએ ધર્માભાસનું સેવન કરે છે. પ્રજાને જરૂર છે ઈશ્વરના એકીકરણની. હજારો દેવી દેવતા અને ઈશ્વરોમાં જ નહિ પણ વ્યક્તિપૂજામાં વહેચાયેલી ગુમરાહ પ્રજાને એકેશ્વરનિષ્ઠામાં સ્થિર કરવાની જરૂર છે. પ્રજાને જરૂર છે સમાનતા અને સમતા આપનારા માનવતાવાદી ધર્મની.  હવે તો નિષ્ક્રિયતાને ખંખેરીને સૌ કોઈ પોતાના જ ભવિષ્યને સુધારવાના કામે લાગે. – સ્વામી સચ્ચિદાનંદ

‘હવે તો જાગીએ’ પુસ્તકની ભૂમિકા માંથી. ]

 

ગુરુ થયા પછી ભગવાન થવું સરળ છે

સંપ્રદાયો પછી પ્રજાને વિભાજીત કરવાનું કામ નવી પરિસ્થિતિમાં જુદાં જુદાં પરિવારો તથા મંડળો વગેરે કરી રહ્યાં છે. આવા પરિવારો, પ્રજાની આવશ્યકતાના કારણે ઉત્પન્ન નથી થતા, પણ કોઈ એક શક્તિશાળી વ્યક્તિની આસપાસ એકાદ નાનું ટોળું ઉત્પન્ન થાય છે. આ નાનું ટોળું ધર્મને કે પરમેશ્વરને સમર્પિત થવાની જગ્યાએ, મોટા ભાગે પેલી શક્તિશાળી વ્યક્તિને સમર્પિત થતું હોય છે. ટોળું વધતું જાય અથવા વધારવાની પ્રવૃત્તિ શરૂ થાય ત્યારે પેલી વ્યક્તિ કેન્દ્રમાં રહે છે. આ વ્યક્તિ પ્રારંભમાં ભલે ગુરુ હોય, પણ છેવટમાં ‘ભગવાન’ બની જાય છે. ભગવાન અને ગુરુ આ બંને વચ્ચે હિંદુ પ્રજાએ બહુ ભેદ નથી રાખ્યો. એના કારણે ગુરુ થયા પછી ભગવાન થવું બહુ જ સરળ કામ થઇ જાય છે. ઘણી વાર તો વ્યક્તિને ભગવાન ન થવું હોય તોપણ અનુયાયીઓ તેમને ભગવાન બનાવી દેતા હોય છે. અહીંથી વ્યક્તિપૂજા શરૂ થાય છે. (more…)