શ્રીજી મહારાજ – ૧

listen – Side A

શ્રી સહજાનંદ સ્વામી – દંતાલી આશ્રમ – ગુજરાતમાં ૧૮મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં ગુજરાતની ધરતીને અનુરૂપ પ્રજાનું કલ્યાણ થાય એવી વ્યક્તિનો પાદુર્ભાવ થયો તે શ્રી સહજાનંદ સ્વામી એટલેકે શ્રીજી મહારાજ. @4.56min. સત્યના બે રૂપ, હિતકારી અને અહિતકારી તે વિશે સમજણ. @12.12min. એ સદીમાં ત્રણ ભાગમાં, ત્રણ રૂપમાં સુધારની પ્રવૃત્તિ થઇ. બંગાળમાં શાસ્ત્ર વિહીન, વેદ-પુરાણને ન માન્યા તે બ્રહ્મો સમાજ, ઉત્તર ભારતમાં માત્ર વૈદિક અને ગુજરાતમાં પુરાણ પ્રધાન પ્રવૃત્તિ થઇ. અયોધ્યાની પાસે છપૈયા ગામમાં બ્રાહ્મણ દંપતી હરિપ્રસાદ અને પ્રેમવતીને પુત્રો થયા તેમાં એક પુત્રનું નામ “ઘનશ્યામ.” ૧૦-૧૨ વર્ષના થયા ત્યારે માતા-પિતા ગુજરી ગયા. યોગની તીવ્ર તાલાવેલી લઈને ગૃહત્યાગ કર્યો. @17.08min.નીલ કંઠ વર્ણી (ઘનશ્યામ) છેલ્લે ફરતાં ફરતાં સાંજના ટાઇમે ગુજરાતના લોંજ નામના ગામમાં પહોંચ્યા. વાવ પર એક મહારાજ સાથે થયેલી માર્મિક વાત સાંભળો. પાંચ પ્રશ્નો – બ્રહ્મ કોણ? પરબ્રહ્મ કોણ? ઈશ્વર કોણ? માયા કોણ? જીવાત્મા કોણ? @21.54min. किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम, अधिभूतं च कि प्रोक्तमधिदैवं किमुच्यते. (गीत – ८-१) ખુબ શાંતિથી બહુ સરસ જવાબો આપ્યા અને એમને રામાનંદ સ્વામીના આશ્રમમાં લઇ ગયા.નામ પાડ્યું “તુલસીદાસ” @23.15min. ઉદ્ધવ શબ્દનો અર્થ. નિરાકારની(વ્યાપકની) ઉપાસનામાં વિયોગ નથી, સાકારની ઉપાસનામાં વિયોગ છે અને વિયોગમાં પીડા છે અને એ પીડાનું નામજ ભક્તિ છે. ઉદ્ધવ અને ગોપીઓની વાત. સુરદાસનું પદ “उधो मन न होय दश-बीस” ગોપીઓની વાત સાંભળી ઉદ્ધવે ગોપીઓના ચરણની રજ માથે ચઢાવી. @28.48min. ઉદ્ધવને કેન્દ્રમાં રાખી કચ્છમાં આત્માનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાય પ્રવર્તિત કરેલો અને કચ્છમાં રામાનંદ સ્વામીએ નીલકંઠ મહારાજ એટલેકે ઘનશ્યામ મહારાજને દિક્ષા આપેલી અને નામ રાખ્યું “સહજાનંદ સ્વામી” @29.29min. તપ કર્યા વગર સિદ્ધિ મળતી નથી. જે કામ સામાન્યમાં સામાન્ય માણસ કરે તેવાં કામ સહજાનંદ સ્વામીએ વર્ષો સુધી કર્યા છે. રામાનંદ સ્વામી કહેતા કે મેં તો માત્ર બે ઇંટો મૂકી છે, પરંતુ સાત માળ ઊભો કરનાર તો મારી પાછળ સહજાનંદ સ્વામી આવ્યો છે. બધા સાધુઓની માં કહેવાતા મુક્તાનંદ સ્વામી જે ગાદી ઉપર બેસવાના અધિકારી હતા તેમણે કહ્યું કે સહજાનંદ સ્વામીજ ગાદી ઉપર બેસવા લાયક છે. @32.20min. રામાનંદ સ્વામી પાસે દેવ થવા પહેલા સહજાનંદ સ્વામીએ બે વસ્તુઓ માંગી તે સાંભળી લેવી. જ્ઞાન ભક્તિના ભજનો ગાજો, નિરાશા થાય તેવા ગાશો નહિ. સહજાનંદ સ્વામીએ જે રામાનંદ સ્વામી પાસે માંગ્યું તે વિચારોનું પરિવર્તન છે. પછાત વર્ગને અપનાવ્યો તેની ઈતિહાસકારોએ અને વિવેચકોએ નોંધ કરી છે. જે સુધારા કર્યા તે સાંભળી લેવું.@39.46min. એમનું વધારેમાં વધારે રમ્યું તે ગામ “ગઢડા” સ્વામીજીએ “દાદા ખાચર” ની મૂર્તિ આશ્રમમાં મૂકી છે.સહજાનંદ સ્વામી, દાદા ખાચરને ત્યાં અઠ્ઠાવીશ વર્ષ રહ્યા, આર્થિક રીતે બીલકુલ ઘસાઈ ગયા. એમના બહેન લાડુબા અને જીવું બા આખી જિંદગી કુંવારા રહ્યા અને આખું જીવન અર્પણ કર્યું. બ્રહ્માનંદ સ્વામીની દશા પરણવાનું સમજાવવા જતા ઉદ્ધવ જેવી થઇ. @43.33min. દાદા ખાચરની છેવટની કસોટી સાંભળો. @45.49min. ધર્મ, સંપ્રદાય, પંથ એટલે શું? દુનિયાભરમાં કોઈ એવો ધર્મ નહિ હોય જેમાં સંપ્રદાયો ન હોય. ક્રીસ્ચિયાનીટીમાં કેટલાયે અને મુસ્લિમોમાં ૭૨ સંપ્રદાયો છે.અને આપણે ત્યાં બધુંજ વધારે તેમ સંપ્રદાયો ૨૦,૦૦૦ છે. આખી દુનિયાનો મૂળ ધર્મ એકજ છે, દા.ત. સત્ય, દયા, અહિંસા, વિગેરે. ધર્મની ટૂંકી વ્યાખ્યા એ છે કે જે વ્યક્તિના અંદરના સદગુણોનો વિકાસ કરી આપે. સ્વભાવના બે મોટા ગુણો ઉદારતા અને સહન શક્તિ તમારામાં હોય તો દુનિયા તમારી મુઠ્ઠીમાં છે. @51.18min.રૂચી ભેદ સમજો. સિદ્ધાંત ભેદ, ઇષ્ટદેવ ભેદ, ઉપાસના ભેદ અને વ્યક્તિ ભેદ. દ્વૈતવાદી અને અદ્વૈતવાદ એકબીજાની નિંદા કરે છે. ઈષ્ટદેવના કારણે સંપ્રદાયો થયા. @56.44min. એક ગામમાં ચાતુર્માસની વાત (more…)