શ્રીજી મહારાજ – ૨
સાધુના પ્રકાર – વાપી – ચલા
-સ્વામિનારાયણ ગુરુકુળનાં સ્વરૂપને સમજવું હોય તો ભારત વર્ષની ધાર્મિક પરંપરામાં સાધુ સન્યાસીના રૂપના મહત્વના ચાર ભાગ છે તે સમજવા જરૂરી છે. કોને સાધુ કહેવા અને કોને ન કહેવા એ એક ગૂંચવાડો છે અને તેને સમજો. @4.09min. પ્રાચીન કાળનો ૭૫ વર્ષ પછીનો સન્યાસ બહું વ્યહવારિક અને વાસ્તવિક ન હોવાથી બહું ચાલ્યો નહિ. તમે માત્ર રીબામણીની પૂજા ન કરશો, ગુણની વ્યક્તિત્વની પૂજા કરજો. એક સાધુનો સ્લીપર પહેરવાનો તથા વાળ ખેંચવાનો પ્રશ્ન અને સ્વામીજીએ કહ્યું જો સ્લીપર ન પહેરવાથી કે વાળ ખેંચવાથી કોઈ લોકોનો, સમાજનો કે દેશનો પ્રશ્ન ઉકલતો હોય તો હું મારું ચામડું ઊતારી આપું. રામાયણ મહાભારતના ઘણા પાત્રો ૭૫ વર્ષની ઉપરના છે, પરંતુ કોઈ સન્યાસી થયું હોય એવું લાગતું નથી. બીજો સન્યાસ નાની ઉંમરનો બૌદ્ધોનો અને જૈનોનો છે, તેની અસર હિંદુ ધર્મ પર પડી.બૌદ્ધ સન્યાસે બહું મોટો ફાયદો પહોંચાડ્યો અને નુકશાન પણ કર્યું તે સાંભળો. મહંમદ ગઝનીની ત્રીજી પેઢી બૌદ્ધની હતી. @11.22min. બૌદ્ધોના સ્તુપો મેક્ષિકોમાં પણ છે. ત્યાં ગણેશની, સૂર્યની પૂજા છે. બુદ્ધના ભિક્ષુકો દૂર દૂર સુધી ફેલાયા. જૈનો તેના અતિ કઠોર નિયમોને લીધે ન ફેલાયા. નિયમો એવા હોવા જોઈએ કે આખું જીવન પર્યંત પાળી શકાય.ભગવદ ગીતા અને ગીતા મધ્યમ માર્ગી છે. @13.25min. नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नत:, न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन….(गीता ६-१६) જીવન મધ્યમાં છે. એક નગ્ન સાધુ જઈ રહ્યા હતા તે ઠંડીને લીધે ધ્રુજતા હતા વળતા હતા ત્યારે તેજ સાધુ પાછા આવતા હતા અને વિડીઓ લેવા જતા સંતાઈ ગયા. (more…)