સંસાર રામાયણ – ૩

પરિવાર કથા રામાયણ – ઊંઝા આશ્રમ

Side A –
પરિવાર એટલે શું? માણસ લાખ પણ પ્રયત્ને એકલો રહી શકતો નથી. એની રચના એવી થઇ છે કે “एकाकी न रमते” એને એકલામાં આનંદ આવતો નથી. @3.28min. પરિવારનું રૂપ કેવું હોય તે કુંભારે ગાડામાં એક ઉપર એક સિંચેલા માટલાંના ઉદાહરથી સાંભળો. પ્રત્યેક પરિવારમાં કાચાં અને પાકાં માટલાં જેવા વ્યક્તિત્વો હોય છે. જેની બુદ્ધિ કાચી અને બીજાના ભરમાવેલા ભરમાઈ જાય તે કાચું માટલું અને તેજ પ્રમાણે ઊલટું સમજવું. @6.06min. નિભાડાનો અર્થ સમજો. જીવનની દરેક ઘટનામાં તમારી કસોટી થતી હોય છે. રામાયણમાં એક કાચું માટલું અને મહાભારતમાં પણ એક કાચું માટલું નીકળ્યું. રામાયણમાં સીતાએ મૃગ લાવી આપવાની હઠ પકડી અને લક્ષ્મણને ન કહેવા જેવું કહ્યું. @12.02min. માણસ વર્તમાનને સ્વીકારી શકતો નથી. જે માણસ ભૂતકાળમાં જીવતો હોય છે તે કદી ભવિષ્ય નથી બનાવી શકતો. આપણે હંમેશા પુષ્પક વિમાનની વાત કરતા રહી ગયા.ભવિષ્યનું નિર્માણ તો એ કરી શકે કે જેનો એક પગ વર્તમાનમાં હોય અને બીજો ઉપડેલો પગ ભવિષ્યમાં ક્યાં મુકવાનો તે શોધતો હોય. @14.57min. રામ પિતાથી, માતાથી ભાઇઓથી જુદા થયા છે પણ તૂટ્યા નથી. તૂટવું એટલે સંબંધો તૂટવા. પ્રેમ કદી તૂટતો નથી. સંબંધો બંધાય છે અને તૂટે છે. કૃષ્ણ એટલે પ્રેમ, શ્રી મદ ભાગવતમાં એજ ચર્ચા છે. એક પાદરીનું પુસ્તક “કૃષ્ણ અને ક્રાઈસ્ટ” વિશે. @18.11min. સહજાનંદ સ્વામી વચનામૃત પૂરું થાય એટલે”જય સચ્ચિદાનંદ” બોલે છે. “જય સ્વામીનારાયણ” નથી બોલતા તુલસીદાસે લખ્યું “राम सच्चिदानंद दिनेशा” પાદરીનું મન કૃષ્ણ પર કેમ ઠર્યું તે સાંભળો. (more…)