ગુજરાતના શહીદો

Shahido ni Krantigathao

આઝાદીની લડતમાં ફાંસીએ ચઢનારા સૌથી વધુ બંગાળ—પંજાબ અને મહારાષ્ટ્રના યુવાનો રહ્યા છે. દિલ્લી-હરિયાણા અને ઉ. પ્ર.ના પણ થોડાક શહીદ રહ્યા છે. વાચકને પ્રશ્ન થાય કે ગુજરાતના કેટલા જાનકુરબાન કરનારા શહીદો થયા છે તેનો જવાબ આપવો કઠિન છે. ગુજરાત મુખ્યત્વે ગાંધીજીના માર્ગે ચાલ્યું હતું. ગાંધીમાર્ગે કોઈને ફાંસી થઈ હોય તેવું જાણ્યું નથી. કારણ કે ગાંધીવાદીઓ, હત્યા-ખૂન-લૂંટ-ધાડ જેવી પ્રવૃત્તિ કરતા નહિ. તેથી કાયદાને માનનારા અંગ્રેજો બહુ બહુ તો તેમને જેલમાં પૂરી દેતા, કાયદેસર કેસ ચાલતો અને સજા થતી. કેટલીક વાર તો સજા માફ પણ થતી. ખરાં બલિદાનો તો ક્રાન્તિકારી યોદ્ધાઓએ આપ્યાં હતાં. કારણ કે તે અહિંસાવાદી ન હતા. તેમ છતાં પણ જે લોકો અંગ્રેજી સત્તાનો વિરોધ કરવા સભા-સરઘસ કાઢતા અને પોલીસની ગોળીએ વીંધાઈ જતા તેમાંથી થોડાક નમૂના સંક્ષિપ્તમાં અહીં આપ્યા છે. આ બધા ગુજરાતી શહીદો છે. વંદનીય છે. તેમણે રાષ્ટ્રની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. આવો તેમને પણ યાદ કરીએ. જે કોઈ વધુ વિગતો મોકલશે તો તેને આભારસહ નવી આવૃત્તિમાં સ્થાન આપવા પ્રયત્ન થશે. (more…)