સાચું દાન

સાચું દાન – ગણપત વિદ્યાનગર

Side A –
-પાંચ ગામ લેઉઆ પાટીદાર સમાજ – @1.32min.માણસોને પાંચ ભાગમાં વિભાજીત કરી શકાય. એક કમાવા માંગતો નથી, બીજો કમાવા માંગે છે પણ કમાઈ શકતો નથી, ત્રીજો પેટ ભરાય એટલુજ કમાય છે, ચોથો અઢળક કમાય છે પણ વાપરતા નથી આવડતું. પાંચમને કમાતાં પણ આવડે છે અને વાપરતા પણ આવડે છે. એક ભિખારી દશ રૂપિયા નથી લેતો, વધારાનું ખાવાનું પણ લેતો નથી. આ ભિખારી નથી પણ બાદશાહ છે. @5.30min. જાત્રા કરવા ગયેલા ત્યાંનો અનુભવ.એક ગરીબ વૃદ્ધ માણસનો અનુભવ, સુદામા હજી જીવે છે.ખરા ભિખારીઓ તો અમે સાધુઓ છીએ. ગામે ગામ બસ ઉઘરાણાજ ઉઘરાણા. એક પટેલ સજ્જનની વાત. @10.56min. જો તમને “ભારત મહાન” એવું કહેવાની ટેવ પડી ગઈ હોય તો તમે ટકાવારી કરજો કે આખી દુનિયામાં ભીખ માંગનારી વસ્તી ક્યા વધારે છે? @14.44min. બીજો માણસ છે તેને ભીખ નથી માંગવી. કમાવું છે પણ કમાઈ શકતો નથી. એક બ્રહ્મભટ્ટ સજ્જન સતચંડી યજ્ઞ, વિશ્વ-શાંતિ માટે આમંત્રણ આપવા આવ્યો, ચાર-પાંચ લાખનો ખર્ચ થાય. સ્વામીજીએ એને રોજી યજ્ઞ કરવાનું કહ્યું કે જેથી ૫-૨૫ છોકરાઓને રોજી મળે. (more…)