સ્વાધ્યાય પ્રવચન – ૨

સ્વાધ્યાય પ્રવચન – સુરત

Side 2A –
– @3.54min. પ્રવચનની શરૂઆત. આપણું શાસ્ત્ર વેદ છે, અને તે ચાર છે. ઋગવેદ, અજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તમારા ધર્મે કેટલા લોકોને મોક્ષ આપ્યો એ મહત્વની વાત નથી, એનો કોઈ પુરાવો નથી. માનો કે તમારો ધર્મ લોકોને મોક્ષ આપે છે, પણ મોટો પ્રશ્ન એ છે કે તમારા ધર્મે રાષ્ટ્રને, સમાજને અને માનવતાને શું આપ્યું? માત્ર મોક્ષજ આપતો હોય અને રાષ્ટ્ર, સમાજ અને માનવતાને માટે કશું નહિ કરતો હોય તો એમ સમજવાનું કે ધર્મને સમજવામાં કંઈ ભૂલ થઇ રહી છે. જે ધર્મ અહીના પ્રશ્નો ન ઉકેલે તો મર્યા પછીના પ્રશ્નો ઉકેલવામાં એની શું મહત્તા છે? @7.12min. વૈદિક પરંપરામાં પરલોક કરતા આ લોક પર વધારે ધ્યાન અપાયું છે. ચાર વેદના ઉપવેદ – ઋગવેદનો ઉપવેદ ધનુર્વેદ- આ શસ્ત્રો માટેનો ઉપવેદ છે, એમાં લખ્યું છે કે રાષ્ટ્રને મજબૂત બનાવવું હોય તો કદી પણ શસ્ત્રની ઉપેક્ષા કરવી નહિ. ઉદાહરણ – ડચો આવ્યા અને બે તોપોના ધડાકાથી રાજાનો મહેલ ઉડી ગયો, રાજા મરી ગયો. અજુર્વેદનો ઉપવેદ આયુર્વેદ, એના ઋષિએ કહ્યું કે તમારું શરીર બળવાન હોવું જોઈએ. આત્માની વાતો કરીને શું કરવાના હતા? આત્મા અમર છે, પણ તમારું શરીર કેવું છે? આયુર્વેદ કહે છે, તમારું શરીર સુધારી આયુષ્ય વધારી શકો છો. સાધુ માર્ગ કહે છે, બધું નાક્કીજ છે કે ક્યારે મરવું, ક્યાં મરવું, કયી તિથીએ મરવું વિગેરે. ઋષિ પુરુષાર્થવાદી છે, સાધુ નિયતિવાદી છે. @11.10min. ઋષિની રોજની પ્રાર્થના – “शतं जीवेम शरद:….शरद सतात.” (more…)